• Gujarati News
  • રંગપુરડાની યુવતીને ગામના જ બે યુવાનો ભગાડી ગયા

રંગપુરડાની યુવતીને ગામના જ બે યુવાનો ભગાડી ગયા

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
યુવાનોની ચૂંગાલમાંથી ભાગી આવેલી યુવતીએ પોલીસ ફરીયાદ નોંધાવી
ભાસ્કરન્યૂઝ. કડી
કડીના રંગપુરડા ગામની કોલેજીયન યુવતીને ગામના જ બે યુવાનો લગ્નની લાલચ આપી બળજબરી પૂર્વક અપહરણ કરી ગયા હતા. જોકે ચૂંગાલમાંથી ભાગી આવેલી યુવતીએ કડી પોલીસ મથકે ફરીયાદ નોંધાવતાં પોલીસે ચાર સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
કડી તાલુકાના રંગપુરડા ગામે રહેતી અને અહીંની મહિ‌લા આટ્‌ર્સ કોલેજમાં બીજા વર્ષમાં અભ્યાસ કરતી યુવતી ૭મી માર્ચે કોલેજની પરીક્ષા આપવા આવી હતી. પેપર પુરૂ થતાં તેણી બહાર આવતાં કોલેજના ગેટ પાસે ગામનો જ ગોહિ‌લ હિ‌રેન તથા ગોહિ‌લ આનંદ નામના બે યુવાનોએ તને પ્રેમ કરું છું અને તારે મારી સાથે લગ્ન કરવા પડશે એવું કહી રિક્ષામાં બેસાડી અમદાવાદ ભગાડી ગયા હતા. જ્યાં કોઇના ઘરે ગોંધી રાખી પિતા અને ભાઇને મારી નાખવાની ધમકી આપતા તેણી ડરી ગઇ હતી. ત્યારબાદ લોખંડની પાઇપથી માર મારતાં અન્ય લોકોને જાણ થતાં આ બંને શખ્સો તેણીને લઇને બહાર આવ્યા હતા. જ્યાં ચકમો આપી તેણી બુધવારે ચૂંગાલમાંથી ભાગી છુટી હતી. પરિવારજનો પાસે આવી આપવીતી જણાવતાં પરિવારજનોએ કડી પોલીસ મથકે આવી ચાર વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા કડી પોલીસે આરોપીઓને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા છે.