• Gujarati News
  • મોડાસામાં ભયજનક વળાંક, રેલીંગ તોડી ટ્રક પલટી

મોડાસામાં ભયજનક વળાંક, રેલીંગ તોડી ટ્રક પલટી

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મોડાસા ચાર રસ્તા પોલીસ ચોકીથી ડીવાયએસપી કચેરીના ભયજનક વળાંક ઉપર લીલાં મરચાં ભરેલ ટ્રકના ચાલકે ડીવાઇડરની રેલીંગ તોડી પલ્ટી ખવડાવી હતી. જેના કારણે માર્ગ ઉપર મરચા સહિ‌ત ઓઇલ-ડીઝલ વહેતુ થતાં દ્વિચકી વાહનચાલકો સ્લીપ ખાઇને રોડ પર પટકાયા હતા. નોંધપાત્ર છે કે, દસ દિવસ અગાઉ આજ માર્ગ ઉપર આજ જગા ઉપર મુંબઇથી દિલ્હી લઇ જવાતી શાકભાજી ભરેલ ટ્રકે રેલીંગ તોડી પલટી મારી હતી. બંને અકસ્માતોમાં સદ્નસીબે કોઇ જાનહાની થઇ નથી. -રાકેશ પટેલ