• Gujarati News
  • વિસનગરમાં ગોપાલકોએ પશુઓને છોડાવ્યા

વિસનગરમાં ગોપાલકોએ પશુઓને છોડાવ્યા

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વિસનગર : વિસનગર-ખેરાલુ હાઇવે પર પાલડી ત્રણ રસ્તા નજીક મંગળવારે સાંજે પીકઅપ ડાલા જીપમાં પશુ લઇ જવાતા હોવાની શંકાએ ગોપાલકો રમેશભાઇ, સંજયભાઇએ રોકવા પ્રયાસ કરતાં જીપ મુકી ચાલક અને અન્ય બે શખ્સો નાસી ગયા હતા. જીપમાં તપાસ કરતાં એક ભેંસ અને પાડાને કોઇ સ્થળે લઇ જવાતા હોવાનું જણાતાં પોલીસને જાણ કરાઇ હતી. પોલીસે જી.જે.૮વી ૭૨૦ નંબરની જીપને કબ્જે લઇ આ અંગે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

૧૧હૌજ્ખ્ૂર્‍ૂચ્૦૪, ૧૧હૌજ્ખ્ૂર્‍ૂચ્૦પ, ૧૧હૌજ્ખ્ૂર્‍ૂચ્૦૬

વિસનગરમાં પીકઅપ ડાલામાં ક્રુરતાપૂર્વક બાંધીને લઇ જવાના પશુઓને ગૌપાલકોએ છોડાવી પોલીસને હવાલે કર્યા હતા - ઇન્દ્રવદન ભટ્ટ