• Gujarati News
  • આનંદપુરા પાસે હિ‌ટ એન્ડ રન : કારચાલકે બે બાઇકને ફંગોળ્યા

આનંદપુરા પાસે હિ‌ટ એન્ડ રન : કારચાલકે બે બાઇકને ફંગોળ્યા

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાસ્કરન્યૂઝ. વિજાપુર
વિજાપુરની આનંદપુરા ચોકડી પાસે કાર ચાલકે બે બાઇકને ટક્કર મારી અકસ્માત સજ્ર્યો હતો. કારમાં સવાર ત્રણેય યુવાનો નશાની હાલતમાં હોવાનું જણાતાં એકઠા થયેલા લોકોએ આ યુવાનોને મેથીપાક ચખાડી પોલીસને હવાલે કર્યા હતા.
વિજાપુર આનંદપુરા ચોકડી પાસે સોમવારે સાંજના સમયે અમદાવાદ તરફથી આવી રહેલી જીજે-૧ કે.એ. ૪૮૦૦ નંબરની એસ્ટીમ કાર ચાલકે આગળ જઇ રહેલા જીજે-૧૮ સીબી ૯૨૪૩ નંબરના બાઇક ચાલક પટેલ રણછોડભાઇ કેશવલાલ ((રહે.લોદરા))ને ટક્કર મારી અકસ્માત સર્જાયો હતો. ત્યારબાદ થોડાક આગળ જતા બાઇક ચાલક નટવરભાઇ રૂડાભાઇ ((રહે.પ્રાંતિજ))ને પણ ટક્કર મારી ઇજાઓ પહોંચાડી હતી. ટૂંકા અંતરમાં થયેલા આ બે અકસ્માતને પગલે લોકો એકઠા થઇ ગયા હતા. અકસ્માત કરનાર કારને અટકાવી તપાસ કરતાં કારમાં સવાર ત્રણેય યુવાનો નશાની હાલતમાં હોવાનું જણાતાં લોકોએ આ યુવાનોને મેથીપાક ચખાડયો હતો. જોકે આ ઘટનાની પોલીસને જાણ કરાતાં અહીં આવેલી પોલીસે ટોળાને વિખેરી મામલો થાળે પાડયો હતો. જ્યારે અકસ્માતમાં ઘાયલ લોદરાના પટેલ રણછોડભાઇ કેશવલાલની ફરિયાદના આધારે અમદાવાદના પટેલ પિન્કેશભાઇ ગોવિંદભાઇ, પટેલ જયેશભાઇ કેશવલાલ પટેલ તથા કલ્પેશભાઇ નારાયણભાઇ સામે ગુનો નોંધીને પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી.