• Gujarati News
  • ઊંઝામાં રિક્ષાની અડફેટે યુવાનનું મોત

ઊંઝામાં રિક્ષાની અડફેટે યુવાનનું મોત

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાસ્કરન્યૂઝ.મહેસાણા
ઊંઝા રેલવે સ્ટેશન પાસે આવેલાં છાપરામાં રહેતો કિશનભાઇ આત્મારામ દેવીપૂજકનો નાનો ભાઇ બૈજુ બુધવરે સવારે નિત્યક્રમ મુજબ મજૂરી કામે ગયો હતો. સાંજે ૮-૩૦ કલાકે તે ઘર તરફ પરત ફરી રહ્યો હતો તે સમયે ઊંઝાના હાઇવે પર મા‌ર્સલ થ્રેસરની ઓફિસ સામે પૂરઝડપે પસાર થઇ રહેલી જીજે ૧ બીયુ ૪૬૩૦ નંબરની રિક્ષાના ચાલકે તેને અડફેટે લેતાં અકસ્માત સર્જા‍યો હતો. આ અકસ્માતમાં માથા તેમજ શરીરે ગંભીર ઇજાઓ થયેલી હાલતમાં સારવાર માટે ખસેડાયેલા બૈજુ દેવીપૂજકનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. આ અંગે મૃતકના ભાઇ કિશનભાઇ આત્મારામ દેવીપૂજકે ઊંઝા પોલીસ મથકમાં રિક્ષા ચાલક વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરાઈ છે.