તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • લાડોલમાં હુમલો કરાતાં ચાર સામે ફરિયાદ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

લાડોલમાં હુમલો કરાતાં ચાર સામે ફરિયાદ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મહેસાણા વિજાપુર તાલુકાના લાડોલ ગામે એક ખેતર વાવવા બાબતે ચાર શખ્સોએ પાડોશી પર હુમલો કરી ઈજા પહોંચાડતાં પોલીસ ફરિયાદ નોંધાવાઈ છે. વિજાપુર તાલુકાના લાડોલ ગામના રામાપીર મંદિર પાસે રહેતા દેવીપૂજક બાબુભાઈ ચુનાભાઈ સાથે બુધવારે સવારે દેવીપૂજક રાજુભાઈ વીરાભાઈ સહિ‌ત ચાર શખ્સોએ પટેલ મનુભાઈ ભીખાભાઈનું ખેતર વાવવા બાબતે બોલાચાલી શરૂ કરી હતી. દરમિયાન ઉશ્કેરાઈ ગયેલા આ શખ્સોએ બાબુભાઈ સહિ‌ત ઉપર પાઈપ, ધારિયું, ભાલા જેવા હથિયારો સાથે હુમલો કરી નાની-મોટી ઈજાઓ પહોંચાડી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ બાબતે બાબુભાઈએ વિજાપુર પોલીસ મથકે દેવીપૂજક રાજુભાઈ ચુનાભાઈ, રમેશભાઈ વીરાભાઈ, ચંદુભાઈ મફાભાઈ તથા શૈલેષભાઈ હરગોવાનભાઈ વિરુદ્ધ ફરિયાદ નોંધાવતાં પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓમાં તમારી વ્યસ્તતા રહેશે. કોઇ પ્રિય વ્યક્તિની મદદથી તમારું અટવાયેલું કામ પણ પૂર્ણ થઇ શકે છે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કાર્ય પણ પૂર્ણ થઇ શક...

વધુ વાંચો