તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • ભીમપુરમાં ખેડૂત તાલીમ માર્ગદર્શન શિબિર યોજાઇ ૃચ્ ’

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ભીમપુરમાં ખેડૂત તાલીમ માર્ગદર્શન શિબિર યોજાઇ ૃચ્/’

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મહેસાણા જિલ્લા ખેતીવાડી અધિકારી કચેરી, તાલીમ અને મુલાકાત યોજના પેટા વિભાગ ખેરાલુ તેમજ ગઢવાડા કૃષિ મંડળી, સતલાસણાના સંયુક્ત ઉપક્રમે રવીઋતુ માટેના તેલીબીયાં પાકોનું ઉત્પાદન વધારવા અંગેની ટેકનોલોજી અને ખેડૂતોને મૂંઝવતા પ્રશ્નો અંગે માર્ગદર્શન આપવા ખેડૂત તાલીમ શિબિર સતલાસણા તાલુકાના ભીમપુરમાં યોજાઇ હતી. જેમાં ભીમપુર આજુબાજુના પ્રગતિશીલ ખેડૂતો, સરપંચો, કૃષિ મંડળીના બો‌ર્ડ‌ના સભ્યો વગેરે ઉપસ્થિત રહ્યા હતા. મદદનીશ ખેતી નિયામક ખેરાલુ જે.બી. પટેલ, તાલુકા અમલીકરણ અધિકારી એમ.એમ. લીમ્બાચીયા તેમજ ઇ.ચા. વિસ્તરણ અધિકારી જશુભાઇ ચૌહાણ, ગ્રામસેવકો વગેરેએ તેલીબીયા પાકોની માહિ‌તી પૂરી પાડી હતી. ગઢવાડા કૃષિ મંડળના ચેરમેન ચલસીંહ ચૌહાણ, કૃષિ મંડળીના મેનેજીંગ ડીરેક્ટર બી.ડી. જોષી વગેરે હાજર રહ્યા હતા.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- કોઇપણ લક્ષ્યને પોતાના પરિશ્રમ દ્વારા પ્રાપ્ત કરવામાં સક્ષમ રહેશો. ઊર્જા અને આત્મવિશ્વાસથી પરિપૂર્ણ દિવસ પસાર થશે. કોઇ શુભચિંતકના આશીર્વાદ તથા શુભકામનાઓ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવ...

વધુ વાંચો