તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • જિલ્લાનો સ્પેશિયલ ઓલિમ્પિક રમતોત્સવ યોજાયો ૃચ્ ’

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

જિલ્લાનો સ્પેશિયલ ઓલિમ્પિક રમતોત્સવ યોજાયો ૃચ્/’

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મહેસાણા માનસિક ક્ષતિ ધરાવતાં બાળકો પણ પોતાનામાં રહેલી સુપુ શક્તિઓનું પ્રદર્શન કરી અપ્રતિમિત કૌશલ્ય દાખવે, રમત ગમત ક્ષેત્રે આગળ વધી માનસિક અને શારિરીક વિકાસ સાધી શકે તેવા શુભ આશયથી સ્પેશ્યલ ખેલમહાકુંભ અંતર્ગત સ્પેશિયલ ઓલિમ્પિક્સ ખોડિયાર એજ્યુકેશન ટ્રસ્ટ મહેસાણા દ્વારા જિલ્લા રમતોત્સવ યોજાયો હતો. જેમાં જિલ્લા કક્ષાએ ૧૮૩ બાળકો વિજેતા થયાં હતાં અને રાજ્ય કક્ષાએ ૪૩ બાળકો વિવિધ રમતોમાં વિજેતા બન્યાં હતાં. વિજેતા બાળકોને રૂ.૭.પ૬ લાખની રકમના ચેક ઇનામ રૂપે મહેસાણાના એડી.કલેક્ટર એસ.જે.પટેલના હસ્તે એનાયત કરાયા હતા. કાર્યક્રમમાં ઓસ્ટ્રેલીયા ખાતે યોજાયેલા એશીયા પેસેફિક વલ્‌ર્ડ‌ ગેમ-૧૩માં ગોલ્ડ મેડલ વિજેતા વ્યાસ પાર્થનું સન્માન કરાયું હતું. કાર્યક્રમમાં નાગલપુર કોલેજના પ્રિ.ડૉ. ડી.આર.પટેલ, ઈનરવ્હીલ ક્લબનાં રાખીબેન દેસાઇ, ટ્રસ્ટના માનદ્ મંત્રી ખોડાભાઇ, વિષ્ણુભાઇ ચૌધરી, સમાજ સુરક્ષા કચેરીના મહેન્દ્રભાઇ પટેલ સહિ‌ત ઉપસ્થિત રહ્યા હતા.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- થોડા રચનાત્મક તથા સામાજિક કાર્યોમાં તમારો મોટાભાગનો સમય પસાર થશે. મીડિયા તથા સંપર્ક સૂત્રોને લગતી ગતિવિધિઓમાં તમારું વિશેષ ધ્યાન કેન્દ્રિત રાખો, તમને કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે. અનુભવ...

વધુ વાંચો