તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • જીજ્ઞાસુ માણસ માટે મૌન જ્ઞાન પામવાની ચાવી સમાન છે : અભિનંદનસાગરજી

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

જીજ્ઞાસુ માણસ માટે મૌન જ્ઞાન પામવાની ચાવી સમાન છે : અભિનંદનસાગરજી

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાસ્કર ન્યૂઝ. ગાંધીનગર
જૈન ધર્મનાં શતાવધાની ૧૯ વર્ષિ‌ય યુવા મુની અભિનંદનસાગરજી આગામી તા ૨જી માર્ચનાં રોજ સેકટર ૨૨નાં કડી કેમ્પસ સ્થિત વશરામ હોલ ખાતે શતાવધાનનો પ્રયોગ રજુ કરવા જઇ રહ્યા છે. ત્યારે એક સાથે સો પ્રશ્નો યાદ રાખીને તેનાં કડકડાટ જવાબ આપવાની તેમની આ શતાવધાન સિધ્ધીને લઇને સૌ કોઇમાં કુતુહલ જોવા મળે છે. તેમની આ સિધ્ધી પ્રાપ્ત વિશે અભિનંદનચંદ્રસાગરજીએ વાત કરતા મૌનનું મહત્વ સમજાવ્યુ હતું.
જૈન ધર્મમાં માત્ર ૧૯ વર્ષની નાની ઉમરમાં જ શતાવધાનની સ્થિતી પ્રાપ્ત કરનાર અભિનંદનસાગરજીને આગમનાં ૧૧ હજાર શ્વોક તથા ભગવત ગીતાનાં ૭૦૦ શ્લોક કંઠસ્થ છે. આટલી નાની ઉંમરમાં તેમણે પ્રાપ્ત કરેલી આ સિધ્ધી વિશે જણાવ્યુ હતું કે પ્રત્યેક માણસમાં એક સરખી શક્તિ છે. પરંતુ તેને યોગ્ય દિશામાં વાળવા માટે સંયમ તથા ચોક્કચ અવધાન જરૂરી છે. આજે ભૌતિક સમયમાં માણસ પોતાની મોટા ભાગની શક્તિ બોલવામાં, સારૂ નરસુ જોવામાં તથા સાંભળવામાં તેમજ ભોતિક ભોગ ભોગવવામાં વેડફી નાંખે છે. જો આ શક્તિને યોગ્ય દિશા આપીને કોઇ એક વિષયમાં કેન્દ્રીત કરવામાં આવે તો માણસ જે સિધ્ધી પ્રાપ્ત કરી શકે તેની આગળ ભૌતિક સુખ પણ ફીક્કુ લાગે. જેના માટે ત્યાગ તથા મૌન આ બે મહત્વનાં સાધનો છે. ભૌતિક ક્ષણભંગુર સુખનો ત્યાગ કરીને માણસ મૌન ધારણ કરે તો તેનામાં રહેલી શકિત ચિત એકાગ્રતા માફરતે કેન્દ્રીત કરી શકાય. મૌનથી મન તથા ચિત શાંત થયા બાદ તેના પર જે સંસ્કાર પાડવામાં આવે, જે શિખવવામાં આવે તે ટેપ રોકો‌ર્ડ‌રની માફક ગ્રહણ કરી લે છે. આજનાં સમયમાં વિદ્યાર્થી‍ઓઓમાં યાદ ન રહેવાની ફરીયાદ સામાન્ય બનતી જાય છે. તેની પાછળનું કારણ પણ એ જ છે કે વિદ્યાર્થી‍ઓ મોટા ભાગની શક્તિ ટેલીવિઝન તથા વિડીયોગેમ પાછળ જ વેડફે છે. ત્યારે મૌન એ જીજ્ઞાસુ લોકો માટે જ્ઞાન પ્રાપ્તની ચાવી સમાન છે. ઇતીહાસમાં પણ તેના અનેક ઉદાહરણો જોવા મળશે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- ગ્રહ સ્થિતિ અનુકૂળ છે. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાત વધારશે. તમે તમારી કોઇ નબળાઈ ઉપર પણ કાબૂ મેળવવામાં સક્ષમ રહેશો. વાતચીતના માધ્યમથી તમે તમારું કામ પણ કઢાવી શકશો. નેગેટિવઃ...

વધુ વાંચો