તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • ગેસ અને લાકડાં આધારિત અંતિમધામનું લોકાર્પણ કરાયું

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ગેસ અને લાકડાં આધારિત અંતિમધામનું લોકાર્પણ કરાયું

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગાંધીનગર : પાટનગરની સ્થાપનાના પ દાયકા બાદ આજે બીજા સ્મશાનનું લોકાર્પણ કરાયું હતું. છેલ્લા એક દાયકાથી વધુ સમયથી નવા સેક્ટરો અને શહેર આસપાસના વિસ્તારના રહેવાસીઓ સ્મશાનની માગણી મુખ્યમંત્રી કાર્યાલય સુધી કરી ચૂક્યા હતાં. કેમ કે તેઓને પેથાપુર પાસેનું મુક્તિધામ ૮ કિલોમીટર દુર થતું હતું. ગુડા દ્વારા આખરે સરગાસણ પાસે સીએનજી અને લાકડાં આધારિત રૂદ્રભૂમિ અંતિમધામ બાંધવામાં આવ્યું છે. ગુડાના ચેરમેન અશોકભાઇ ભાવસારે અંતિમધામના લોકાર્પણ પ્રસંગે જણાવ્યું કે ટીપી સ્કીમ નંબર ૭માં ૩,પ૦૦ ચોરસમીટર વિસ્તારમાં રૂ. ૩.પ૦ કરોડના ખર્ચે આ સુવિધા ઉભી કરાઇ છે. જેમાં ગેસ આધરિત એક ભઠ્ઠી ઉપરાંત લાકડાંથી પરંપરાગત અંતિમ સંસ્કાર માટે બે પ્લેટફોર્મ બનાવાયા છે. ઉપરાંત ધૂમાડાના નિકાલ માટે ચીમની, લાકડાંના સંગ્રહ માટે સ્ટોર, કેર ટેકર રૂમ, કાર્યાલય અને ટોઇલેટ બ્લોક બાંધવામાં આવ્યા છે. રૂદ્રભૂમિ અંતિમધામમાં ૨પ૦ લોકો બેસી શકે તેવી વ્યવસ્થા ઉભી કરવાની સાથે બગીચો વિકસાવાયો છે અને મહાદેવની અદભૂત પ્રતિમા પણ સ્થાપિત કરવામાં આવી છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- થોડા રચનાત્મક તથા સામાજિક કાર્યોમાં તમારો મોટાભાગનો સમય પસાર થશે. મીડિયા તથા સંપર્ક સૂત્રોને લગતી ગતિવિધિઓમાં તમારું વિશેષ ધ્યાન કેન્દ્રિત રાખો, તમને કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે. અનુભવ...

વધુ વાંચો