તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • મહેસાણાના ગણપતિ મંદિરના મહંત બ્રલીન થયા

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મહેસાણાના ગણપતિ મંદિરના મહંત બ્રલીન થયા

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મહેસાણા : મૂળ મહેસાણાના જ વતની એવા સિધ્ધિ વિનાયક મંદિરના મહંત ગણેશદાસજીને શરદી ખાંસી સાથે ન્યૂમોનિયાની ગંભીર અસર થતાં છેલ્લા પખવાડિયાથી તબિયત લથડતાં સારવાર માટે અમદાવાદ લઇ જવાયા હતા. જોકે તબિયતમાં સુધારો થતાં અહીં લવાયા હતા. દરમિયાન ગુરૂવારને શિવરાત્રીની વહેલી સવારે અંદાજે ત્રણેક વાગ્યાના સુમારે એકાએક તબિયત વધુ બગડી હતી અને તેઓ બ્રલીન થયા હતા. આ સમાચાર પ્રસરતાં વહેલી સવારથી જ મંદિર ખાતે શ્રધ્ધાળુઓનો પ્રવાહ શરૂ થયો હતો. અંતિમ દર્શન માટે ગણપતિ મંદિર ખાતે મહંતને બેઠક મુદ્રામાં રાખવામાં આવતાં બપોર સુધી દર્શન માટે ભક્તોનો પ્રવાહ ચાલુ રહ્યો હતો. ત્યાર બાદ બપોરે ૨ વાગે એમની પાલખી યાત્રા નીકળી હતી. શહેરના તોરણવાળી માતા ચોકથી આઝાદ ચોક થઇ પરા વિસ્તારમાં આવેલા શાંતિધામ ખાતે અંતિમ સંસ્કાર માટે લઇ જવાયા હતા. લાગણીવશ ભક્તો અને શ્રધ્ધાળુઓના અવિરત પ્રવાહને લીધે અઢી કિલોમીટર જેટલું અંતર કાપતાં પાલખી યાત્રાને દોઢ કલાક જેટલો સમય થયો હતો.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- થોડા રચનાત્મક તથા સામાજિક કાર્યોમાં તમારો મોટાભાગનો સમય પસાર થશે. મીડિયા તથા સંપર્ક સૂત્રોને લગતી ગતિવિધિઓમાં તમારું વિશેષ ધ્યાન કેન્દ્રિત રાખો, તમને કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે. અનુભવ...

વધુ વાંચો