તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • અનુસંધાન પાના નં.૧૦ પરનું ચાલુ...

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અનુસંધાન પાના નં.૧૦ પરનું ચાલુ...

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઓમ નમ: શિવાયના...
મંદિરના ચંદ્રવદન રાવલ, અનિલભાઇ જીવરામ રાવલ, જયેશભાઇ રાવલ, વસંતલાલ રાવલ, ભાઇશંકર રાવલ સહિ‌તના ટ્રસ્ટીઓએ ભારે જહેમત ઉઠાવી હતી.
વડાલી : વડાલી તાલુકાના તમામ શિવાલયોમાં શિવરાત્રી નિમિત્તે શિવભકતોની ભીડ રહી હતી. શહેરના વૈજનાથ મહાદેવ, શારણેશ્વર મહાદેવ, ચામુંડામાતા મંદિર, મહાદેવ મંદિરમાં ભકતોની ભીડ રહી હતી.
પ્રાંતિજ : પ્રાંતિજના એપ્રોચ રોડ પર આવેલ બ્રાકુમારીઝ સંચાતિલ પ્રભુ મિલન ધામમાં શિવરાત્રી નિમિત્તે બરફના શિવલીંગ બનાવાયા હતા. ઉપરાંત શિવ દર્શન અંતર્ગત આધ્યાત્મિક પ્રદર્શન યોજવામાં આવ્યુ હતું. તેમજ પરિવાર દ્વારા શિબિર યોજાઇ હતી. તેજ પ્રમાણે માર્કકંડેશ્વર મહાદેવ, મોયદના સાગમેશ્વર, ગલતેશ્વર, સલાલ, વદરાડ સહિ‌તના સ્થળે શિવમંદિરોમાં પૂજા-અર્ચના તથા શોભાયાત્રાનું આયોજન કરાયુ હતું. તેમજ માર્કકંડેશ્વર મહાદેવ ખાતે ધજા રોહણ અને પાલખીયાત્રા કાઢવામાં આવી હતી.
વિજયનગર : વિજયનગર તાલુકાના વિરેશ્વર, શારણેશ્વર, ચિઠોડા, દઢવાવ, બાલેટા અને નિલકંઠ મહાદેવમાં શિવરાત્રીની ઉજવણી નિમિત્તે અભિષેક યજ્ઞ તથા પૂજાનું આયોજન કરવામાં આવ્યુ હતું. જેમાં હેંમત શાસ્ત્રી અને રવિશંકરજીએ પૂજા કરાવી હતી. વિજયનગર યુવા મિત્ર મંડળ દ્વારા શારણેશ્વર ખાતે કચ્છી કંપાના સહયોગથી મહાપ્રસાદ અપાયો હતો. નિલકંઠ મહાદેવ ખાતે યોજાયેલા કાર્યક્રમને સફળ બનાવવા ગજેન્દ્રસિંહજી વંશ, રાકેશ ભગોરા, પ્રકાશ પટેલે ભારે જહેમત ઉઠાવી હતી.
ઇલોલ : હિંમતનગર તાલુકાના ઇલોલમાં આવેલ રાજરાજેશ્વર મહાદેવમાં શિવરાત્રી નિમિત્તે પૂજા-અર્ચના અને ભજન-કર્તિનનું આયોજન કરાયુ હતું. કાનડાના નાગેશ્વર મહાદેવમાં ભકતોએ પૂજા-અર્ચના કરી હતી. ઉપરાંત કાનડા, કનાઇ સહિ‌તના સ્થળે કાર્યક્રમ યોજાયા હતા. કાનડાના નાગેશ્વર મહાદેવમાં ફિલ્મી કલાકાર જવાહરજી વણઝારાએ ઉપસ્થિત રહી શિવજીના દર્શન કરી આર્શીવાદ મેળવ્યા હતા.
ખેડબ્રા : ખેડબ્રા તાલુકાના વિવિધ શિવાલયોમાં શિવરાત્રી પર્વની ઉજવણી કરાઇ હતી. ખેડબ્રાના કાશી વિશ્વનાથ, અચલેશ્વર, સોમનાથ, પંખેશ્વર, રામેશ્વર, નિલકંઠ અને કોટેશ્વર મહાદેવમાં શ્રધ્ધાળુઓએ દર્શન કરી ધન્યતા અનુભવી હતી. તેજ પ્રમાણે મટોડાના મોટનેશ્વર, રૂદ્રમાળાના રૂદ્રેશ્વર અને વરતોલના ભીમનાથ મહાદેવમાં ભકતો દ્વારા બીલીપત્ર, દૂધ અને જળનો અભિષેક કરાયો હતો. સાથો સાથ ઇડર, તલોદ, બડોલી અને શામળાજી સહિ‌તના સ્થળે પણ શિવરાત્રી પર્વ ઉજવાયુ હતું.
ઉમેદગઢ :ઇડર-હિંમતનગર માર્ગ પર આવેલ હિંગરાજ પાટીયા નજીક શિવ મંદિરનો તાજેતરમાં ૧૪મો પાટોત્સવ ધૂમધામથી ઉજવાયો હતો. આચાર્ય પદે નટવરભાઇ જોષીએ વૈદિક મંત્રોથી યજમાન હર્ષદભાઇ પટેલ દ્વારા શિવજીને જળથી અભિષેકાત્મક લઘુરૂદ્ર કરાવ્યો હતો. તેમજ શોભાયાત્રા કાઢવામાં આવી હતી. જેમાં ગામના યુવાનો, કુમારીકાઓએ ઉત્સાહ પૂર્વક ભાગ લીધો હતો.
માલપુર: માલપુર ખાતે શિવરાત્રીના દિવસે ૧૨૮ વર્ષ જૂના પ્રાચીન સોમનાથ મહાદેવ મંદિરનો જીર્ણાધ્ધાર કરી પુન:પ્રાણ પ્રતિષ્ઠા યોજાતા મહેતા પરિવાર સહિ‌ત મોટી સંખ્યામાં શ્રધ્ધાળુઓએ દર્શનને લાભ લીધો હતો. ભૂદેવો દ્વારા ભગવાન સોમનાથ દાદાની સપરિવાર પ્રાણપ્રતિષ્ઠા કરવામાં આવી હતી. જ્યારે માલપુરમાં ભગવાન રક્ષેશ્વર દાદાની કલાત્મક રથમાં શોભાયાત્રા કાઢવામાં આવી હતી. માલપુરના સોમનાથ મહાદેવ,ભવનાથ મહાદેવ તથા રક્ષેશ્વર મહાદેવ મંદિર ખાતે શિવરાત્રી પર્વ નિમિતે વિશેષ પૂજા અર્ચના કરવામાં આવી હતી.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- ગ્રહ સ્થિતિ અનુકૂળ છે. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાત વધારશે. તમે તમારી કોઇ નબળાઈ ઉપર પણ કાબૂ મેળવવામાં સક્ષમ રહેશો. વાતચીતના માધ્યમથી તમે તમારું કામ પણ કઢાવી શકશો. નેગેટિવઃ...

વધુ વાંચો