- Gujarati News
- કડી સર્વ વિશ્વ વિદ્યાલય દ્વારા રાષ્ટ્રીય કક્ષાની વિવિધ સ્પર્ધા યોજાઈ
Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
કડી સર્વ વિશ્વ વિદ્યાલય દ્વારા રાષ્ટ્રીય કક્ષાની વિવિધ સ્પર્ધા યોજાઈ
ધી અન એસાયેબલ-૨૦૧૪ની સ્પર્ધામાં ૭૦થી વધુ કોલેજોમાંથી ૧૦૦૦ જેટલા વિદ્યાર્થીઓ જોડાયા
ભાસ્કરન્યૂઝ.કડી
કડી સર્વ વિશ્વ વિદ્યાલય યુનિવર્સિટી ગાંધીનગરના ફેકલ્ટીના ઓફ મેનેજમેન્ટ દ્વારા ગાંધીનગરમાં યોજાયેલા ધી અન એસાયેબલ-૨૦૧૪ અંતર્ગત રાષ્ટ્રીયકક્ષાની વિવિધ સ્પર્ધાઓમાં દેશભરની ૭૦થી વધુ કોલેજોના ૧૦૦૦ જેટલા વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો.
પ્રોફેશનલ અભ્યાસક્રમોના વિદ્યાર્થીઓને પોતાનામાં રહેલી રચનાત્મક શક્તિઓ રજૂ કરવાની તક મળે અને રાષ્ટ્રીય કક્ષાએ પરસ્પર તુલનાત્મક અભ્યાસ દ્વારા વિદ્યાર્થીઓનો વધુ સારો વિકાસ થઇ શકે તેવા હેતુથી કડી સર્વ વિશ્વ વિદ્યાલય યુનિવર્સિટી ગાંધીનગરના ફેકલ્ટી ઓફ મેનેજમેન્ટ દ્વારા મંગળવારે ગાંધીનગર ખાતે ધી અન એસાયેબલ-૨૦૧૪ નામે સ્પર્ધાઓ યોજાઈ હતી. શોર્ટ ફિલ્મ મેકિંગ, સમર પ્રોજેક્ટ કોમ્પીટીશન, ન્યુ પ્રોડક્ટ આઇડિયા, એડ પોસ્ટર, ગ્રુપ ડિસ્કશન, બેઝ મેનેજમેન્ટ મૂવી, લેસન માર્કેટ ક્વીઝ બેઝડ ઓન સેન્સીસ જેવી અનેક રાષ્ટ્રીય કક્ષાની સ્પર્ધાઓ યોજાઈ હતી. જેમાં દેભરમાંથી ૭૦થી કોલેજોમાંથી ૧૦૦૦ જેટલા વિદ્યાર્થીઓ, ર્કોપોરેટ ક્ષેત્રના તજજ્ઞો અને અધ્યાપકોએ ભાગ લીધો હતો.
ઉદ્ઘાટક તરીકે ઉપસ્થિત ઓએનજીસી અમદાવાદ એસેટના એક્ઝીક્યુટીવ ડાયરેક્ટર જે.જી. ચતુર્વેદીના હસ્તે ચાલુ વર્ષના પ્લેસમેન્ટ બ્રોશરનું વિમોચન કરવામાં આવ્યું હતું તેમજ ગુજરાતી લેખિકા કાજલ ઓઝા વૈદ્યે શ્રોતાઓને આ વખતની થીમ કલર્સ ઉપર અસરકારક વક્તવ્ય આપ્યું હતું. મેનેજમેન્ટ વિદ્યાશાખાના ડીન ડૉ. ભાવિન પંડયાએ પ્લેસમેન્ટ બ્રોશર વિષયે સમજ આપી હતી. આ પ્રસંગે કડી સર્વ વિશ્વ વિદ્યાલય યુનિ.ના પ્રેસિડેન્ટ વલ્લભભાઇ એમ. પટેલ, ડાયરેક્ટર ડી.ટી.કાપડિયા સહિત ઉપસ્થિત રહ્યા હતા