તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • મેઘરજના વલુણામાં પીળા રંગના વરસાદથી કૌતુક

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મેઘરજના વલુણામાં પીળા રંગના વરસાદથી કૌતુક

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મેઘરજ: મેઘરજ તાલુકામાં મંગળવારની વહેલી સવારે સતત ૧૦ મિનીટ સુધી આ વિસ્તારોમાં છાટા સ્વરૂપે કમોસમી માવઠુ થતા ખેડૂતોના જીવ ઉચા થઇ ગયા હતા. અંતરીયાળ એવા વલુણા ગામે પીળા રંગના વરસાદી છાટા વરસતાં લોકોમાં અચરજ ફેલાયું હતું. જ્યારે ધોરબાડ વિસ્તારમાં બરફના કરા પડયા હોવાના અહેવાલથી પ્રજામાં ચિન્તા પ્રસરી હતી.
કરા પડતા નવલપુર શાળાના પતરામાં કાણાં પડયા
ભિલોડા તાલુકાના નવલપુર અને આસપાસના વિસ્તારોમાં બુધવારે બપોરના સુમારે કરા સાથે અચાનક વરસાદ પડતા નવલપુર ગામે આવેલી પ્રાથમિક શાળાના બે રૂમના સિમેન્ટના પતરા કાણાં થઇ ગયા હતા. જોકે તેના કારણે શાળા ચાલુ હોવા છતાં કોઇપણ વિદ્યાર્થીને ઇજા થઇ ન હતી. જે અંગે ભિલોડાના મામલતદાર એ.કે.જોષીને જાણ થતાં તેમણે નવલપુર ગામે જઇ સ્થળ તપાસ કરી હતી. તેમના જણાવ્યા મુજબ સિમેન્ટના પતરા હોવાને કારણે વેગ સાથે પડેલા બરફના ટૂકડાથી કાણાં પડી ગયા છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- તમારો સંતુલિત તથા પોઝિટિવ વ્યવહાર તમને કોઇપણ શુભ-અશુભ સ્થિતિમાં યોગ્ય તાલમેલ જાળવી રાખવા માટે મદદ કરશે. સ્થાન પરિવર્તનને લગતી યોજનાઓને શરૂ કરવા માટે સમય અનુકૂળ છે. નેગેટિવઃ- આ સમયે તમારા ...

વધુ વાંચો