તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • કડી તાલુકા પંચાયતનું બજેટ સર્વાનુમતે મંજૂર

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કડી તાલુકા પંચાયતનું બજેટ સર્વાનુમતે મંજૂર

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કડી : કડી તાલુકાના પંચાયતનું વર્ષ ૨૦૧૪-૧પનું બજેટ ભાજપ અને સર્વાનુમતે મંજૂર કર્યું હતું.
બુધવારે તાલુકાના પંચાયતના સભાખંડમાંપ્રમુખ અજેન્દ્રભાઈ પટેલની અધ્યક્ષતામાં, ૨૬ સદસ્યો અને ટીડીઓ આર.આર.બરજોડની ઉપસ્થિતિમાં સામાન્ય સભા મળી હતી. જેમાં સને ૨૦૧૩-૧૪ના સુધારેલા અંદાજપત્ર મુજબ ઉઘડતી સિલક રૂ.પ૮.૬૪ લાખ, સુધારેલ ખર્ચ રૂ.૬૬.પ૦ લાખ અને પુરાંત રૂ.૧.૦૯ કરોડ દર્શાવાયો હતો. જ્યારે વર્ષ ૨૦૧૪-૧પમાં રૂ.પ૦.૮૦ લાખની અંદાજિત આવક સામે ખર્ચ રૂ.૬૭.૪૦ લાખની જોગવાઇઓ સાથે ૨૦૧૪-૧પના વર્ષના અંતે રૂ.૯૩.૭૪ લાખની પુરાંતવાળુ તેમજ સ્વભંડોળની સિલક રૂ.૪૨.૯૪ લાખની પુરાંત સાથેનું બજેટ રજૂ કરાયું હતું. પંચાયતના ૨૬ સદસ્યોએ બજેટને સર્વાનુમતે મંજૂર કરતાં પંચાયતના અધિકારીઓએ હાશકારો અનુભવ્યો હતો.ઉલ્લેખનિય છે કે, ભાજપ કોંગ્રેસની મિલિઝુલી પંચાયતને લઈને આગોતરાં પગલાં રૂપે અહીં પોલીસ બંદોબસ્ત ગોઠવાયો હતો.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- કોઇપણ લક્ષ્યને પોતાના પરિશ્રમ દ્વારા પ્રાપ્ત કરવામાં સક્ષમ રહેશો. ઊર્જા અને આત્મવિશ્વાસથી પરિપૂર્ણ દિવસ પસાર થશે. કોઇ શુભચિંતકના આશીર્વાદ તથા શુભકામનાઓ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવ...

વધુ વાંચો