તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • પાલનપુરની મહિ‌લાએ પતિને કિડનીદાન કરી ભવોભવના સાથનું વચન નિભાવ્યું

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પાલનપુરની મહિ‌લાએ પતિને કિડનીદાન કરી ભવોભવના સાથનું વચન નિભાવ્યું

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અમદાવાદની હોસ્પિટલમાં કિડનીનું સફળ પ્રત્યારોપણ કરાયું : ચિંતાતુર પરિવારમાં આનંદ કિલ્લોલ પ્રસર્યો
ભાસ્કર ન્યૂઝ.પાલનપુર-દિયોદર
પાલનપુરના ગણેશપુરા વિસ્તારમાં રહેતાં મહિ‌લાએ પોતાની કિડની પતિદેવને આપી લગ્નની ચોરીમાં સાતફેરા ફરતી વખતે ભવોભવના સાથનું આપેલું વચન નિભાવવાની સાથે પતિવ્રતા ધર્મ બજાવ્યો છે. પત્નીના આ મહાદાન થકી તેમના બે સંતાનો સાથેના પરિવારમાં કિલ્લોલ પ્રસરી ગયો છે. જ્યારે ઓપરેશનનો તમામ ખર્ચ ઉઠાવનારા પતિના તબીબ બે ભાઇઓનાં હૈયામાં પણ આનંદ સમાતો નથી.
મૂળ ગાંધીનગર જિલ્લાના કલોલ તાલુકાના શોભાસણ ગામના વતની અને હાલ પાલનપુરના ગણેશપુરા વિસ્તારમાં રહેતા પરષોતમભાઇ ગોવિંદભાઇ પટેલ ((૪૭)) હોલસેલ દવાના વેપાર સાથે સંકળાયેલા છે. જેમના પરિવારમાં પત્ની ગીતાબેન અને બે બાળકો છે. પરષોતમભાઇ વર્ષ ૨૦૦પથી કિડનીના સીઆરએફના રોગથી પીડાતા હતા. જેમણે પાલનપુર ઉપરાંત પાટણ અને અમદાવાદ ખાતે સારવાર કરાવી હતી. પરંતુ બીમારીમાં કોઇ ફરક પડતો ન હતો. આવી સ્થિતિમાં તબીબોએ કિડીનીનું પ્રત્યારોપણ કરવાનું સૂચન કર્યું હતું. ત્યારે પળનો પણ વિચાર કર્યા વિના ગીતાબહેને પોતાની કિડની પતિને આપવાનું નક્કી કરી લીધું હતું. ત્યારબાદ ગત ર૦મીએ અમદાવાદ સ્થિત હોસ્પિટલમાં સર્જરી કરી કિડનીનું સફળ પ્રત્યારોપણ કરાયું હતું. આ સાથે ગીતાબેન અને પરષોતમભાઇના પરિવારમાં કિલ્લોલ પ્રસરી ગયો છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- તમારી મહેનત અને પરિશ્રમથી કોઇ મહત્ત્વપૂર્ણ કામ પૂર્ણ થવાનું છે. કોઇ શુભ સમાચાર મળવાથી ઘર-પરિવારમાં સુખનું વાતાવરણ રહેશે. ધાર્મિક કાર્યો પ્રત્યે પણ રસ વધશે. નેગેટિવઃ- સફળતા મેળવવા માટે મર્...

વધુ વાંચો