તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • વખતપુરા ગામની દૂધ મંડળીમાં ૨.૭૦ લાખની ગરેરીતી આચરનારા ૧૨ સભ્યો સામે ફરીયાદ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વખતપુરા ગામની દૂધ મંડળીમાં ૨.૭૦ લાખની ગરેરીતી આચરનારા ૧૨ સભ્યો સામે ફરીયાદ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાસ્કર ન્યૂઝ.ધનસુરા
ધનસુરા તાલુકાના વખતપુરા ગામે કાર્યરત દૂધ ઉત્પાદક સહકારી મંડળીમાં મંડળીના ચેરમેન સહિ‌તના ૧૨ આરોપીઓ સામે રૂપિયા ૨.૭૦ લાખની ઉચાપતની ફરીયાદ દાખલ કરાતા પંથકમાં ચકચાર મચી હતી.
ધી વખતપુરા દુધ ઉત્પાદક સહકારી મંડળીના ચેરમેનથી માં સેક્રેટરી,વાઇ ચેરમેન અને વ્યવસ્થાપક સમિતિના ૯ સભ્યો દ્વારા તેમની જવાબદારીના સમયગાળા તા.૧-૪-૨૦૧૨ થી તા.૩૧-૩-૨૦૧૩ દરમ્યાન રૂપિયા ૨,૬૭,૭૮૦ ની કાયમી ગેરરીતી અને રૂપિયા ૨,૨૭૮-૬૭ ની હંગામી ગેરરીતી મળી કુલ રૂપિયા ૨,૭૦,૦પ૮-૬૭ની નાણાકીય રકમ અંગત ઉપયોગમાં વાપરી ઉચાપત કરાઇ હોવાની ફરીયાદ બાદ સહકારી રાજકારણ ગરમાયું હતું.જિલ્લા સહકારી રજીસ્ટાર કચેરીના મદદનીશ સહકારી અધિકારી બી.વી.પરમારે આ ઉચાપતકાંડમાં વખતપુરા મંડળીના સેક્રેટરી કેસરીસિંહ પ્રતાપસિંહ મકવાણા સહિ‌તના તમામ વ્યવસ્થાપક કમિટિના સભ્ યો સામે ફરીયાદ કરતાં પોસઇ એ.કે.વાળા એ તમામ આરોપીઓ સામે ઇન્ડીયન પીનલ કોડ ૪૦૮,૧૧૪ હેઠળ ગુન્હોનોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- ગ્રહ સ્થિતિ અનુકૂળ છે. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાત વધારશે. તમે તમારી કોઇ નબળાઈ ઉપર પણ કાબૂ મેળવવામાં સક્ષમ રહેશો. વાતચીતના માધ્યમથી તમે તમારું કામ પણ કઢાવી શકશો. નેગેટિવઃ...

વધુ વાંચો