તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • ઊંઝામાં પાર્ક કરેલી ટ્રકની તાડપત્રી કાપી તસ્કરો ૪૦ બોરી તલ ચોરી ગયા

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ઊંઝામાં પાર્ક કરેલી ટ્રકની તાડપત્રી કાપી તસ્કરો ૪૦ બોરી તલ ચોરી ગયા

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાસ્કર ન્યૂઝ.મહેસાણા
ઊંઝાના હાઈવે પર બાલાજી વે-બ્રિજ નજીક સોમવારે રાત્રે પાર્ક કરેલી ટ્રકની પાછળના ભાગે તાડપત્રી કાપીને તસ્કરો રૂ.૩.૭પ લાખની કિંમતના ૪૦ બોરી તલ ચોરી ગયા હતા.
જયપુરના યોગેશભાઈ રમેશચંદ્ર ભોઈની આરજે-૧૪-એસી-પ૧પ૭ નંબરની ટ્રકના ડ્રાયવર ઓમપ્રકાશ વિજેન્દ્રસિંહ જાટ ઉત્તર પ્રદેશના મહોલાની એક ટ્રેડ‌ર્સમાંથી ૨૬૨ બોરી તલ ટ્રકમાં ભરીને શનિવારે સવારે ૯ વાગ્યે ઊંઝા આવવા નીકળ્યા હતા. ઓમપ્રકાશ સોમવારે મોડી રાત્રે એકાદ વાગ્યે ઊંઝા પહોંચ્યા ત્યારે ત્રણેક દિવસના ઉજાગરાના કારણે હાઈવે પર બાલાજી વે-બ્રિજ નજીક રોડની સાઈડમાં ટ્રક પાર્ક કરી તે તથા કંડક્ટર સૂઈ ગયા હતા. મંગળવારે સવારે પ વાગ્યે વોચમેને તેમને ઉઠાડીને ટ્રકમાં ચોરી થઈ હોવાનું જણાવતાં તેઓ ચોંકી ઊઠયા હતા અને તપાસ કરતાં તસ્કરો ટ્રકની પાછળ માલ ઉપર ઢાંકેલી તાડપત્રી તથા રસ્સો કાપીને અંદરથી રૂ.૩.૭પ લાખના ૪૦ બોરી તલ ચોરી ગયા હોવાનું જણાયું હતું. જે અંગે ઓમપ્રકાશે ઊંઝા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે માર્કેટિંગ કે મીડિયાને લગતી કોઇપણ મહત્ત્વપૂર્ણ જાણકારી મળી શકે છે, જે તમારી આર્થિક સ્થિતિ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. કોઇપણ ફોન કોલને ઇગ્નોર ન કરો. તમારા મોટાભાગના કામ સહજ અને આરામદાયક ...

વધુ વાંચો