તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • કડીના યવતેશ્વર મહાદેવના સાનિધ્યે નવદિવસીય અતિરુદ્ર યજ્ઞ યોજાશે

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કડીના યવતેશ્વર મહાદેવના સાનિધ્યે નવદિવસીય અતિરુદ્ર યજ્ઞ યોજાશે

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાજ્યના પ્રવાસન નિગમ દ્વારા ઐતિહાસિક મંદિરનો જીર્ણોદ્ધાર કરાયો
ભાસ્કરન્યૂઝ.કડી
કડીના ૭૦૦ વર્ષ પુરાણું હોવાનું મનાતા યવતેશ્વર મહાદેવ મંદિરના જિર્ણોદ્ધારની કામગીરી પૂર્ણ થતાં ગુરુવારથી અહીં નવદિવસીય અતિરુદ્ર યજ્ઞનું આયોજન કરાયું છે.
રાજ્ય સરકારના પ્રવાસન નિગમ દ્વારા મહેસાણા જિલ્લા કલેક્ટર કચેરી હસ્તકના આ યવતેશ્વર મહાદેવ મંદિરનો લાખોના ખર્ચે જિર્ણોદ્ધાર કરી યાત્રાધામ તરીકે વિકસીત કરવાની કામગીરી હાથ ધરાઈ હતી. જે કામગીરી પૂર્ણ થતાં ગુરુવારે મહાશિવરાત્રી નિમિત્તે દાદાની શોભાયાત્રા બાદ અહીં અતિરુદ્ર મહાયજ્ઞનો પ્રારંભ કરાશે. જે ૯મી માર્ચે પૂર્ણ થશે. અતિરુદ્ર યજ્ઞ સમિતિના સભ્યો અને મણિપુરના શિવભક્તો દ્વારા વિસ્તારને તોરણોથી સુશોભિત કરવા સહિ‌ત તૈયારીઓને અંતિમ ઓપ અપાઈ રહ્યો છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- તમારી મહેનત અને પરિશ્રમથી કોઇ મહત્ત્વપૂર્ણ કામ પૂર્ણ થવાનું છે. કોઇ શુભ સમાચાર મળવાથી ઘર-પરિવારમાં સુખનું વાતાવરણ રહેશે. ધાર્મિક કાર્યો પ્રત્યે પણ રસ વધશે. નેગેટિવઃ- સફળતા મેળવવા માટે મર્...

વધુ વાંચો