પાલનપુરમાં મીઠીવાવની સફાઈ કરાઈ

ભાસ્કર ન્યૂઝ.પાલનપુર પાલનપુર ખાતે આવેલી ઐતિહાસિક ધરોહર મીઠીવાવ ગંદકીથી ખબદબી રહી હોવા અંગે અહેવાલો પ્રસિદ્ધ...

Divya Bhaskar | Updated - Dec 27, 2013, 05:14 PM
પાલનપુરમાં મીઠીવાવની સફાઈ કરાઈ
ભાસ્કર ન્યૂઝ.પાલનપુર
પાલનપુર ખાતે આવેલી ઐતિહાસિક ધરોહર મીઠીવાવ ગંદકીથી ખબદબી રહી હોવા અંગે અહેવાલો પ્રસિદ્ધ કરાયા હતા. જેના પગલે પાલિકા અને સ્થાનિક યુવકો દ્વારા મીઠીવાવની સફાઇ કરી ચોખ્ખી ચણાક કરાઇ હતી.
પાલનપુર ખાતે ઐતિહાસિક કર્તિીસ્તંભ, મીઠીવાવ જેવા ઐતિહાસિક સ્થળો આવેલા છે. જોકે, તંત્ર દ્વારા તેની જાણવણી કરાતી ન હોવાથી આ સ્થળો જર્જરિત થઇ ગંદકીથી ખદબદી રહ્યા છે. આ અંગે અહેવાલો પ્રસિદ્ધ કરાયાં હતાં જેના પગલે સામાજિક સંસ્થાઓ દ્વારા વાવની સફાઇ કરવાની ખાત્રી આપવામાં આવી હતી. જોકે, તેની પહેલા પાલિકા પ્રમુખ હસમુખભાઇ પઢિયારની સુચનાથી સેનીટેશન ચેરમેન અનિલભાઇ ચક્રવર્તી દ્વારા તેમજ મીઠીવાવ વિસ્તારના જગાણીયા વાસના યુવાનો વિશાલ ચૌહાણ, વિનોદ ચૌહાણ, વિનોદ પરમાર, રાહુલ ચૌહાણ, પ્રદિપ ચૌહાણ, કાન્તિભાઇ પરમાર સહિ‌ત ર૦ જેટલા મિત્રોએ મીઠીવાવમાં સફાઇ અભિયાન આદરી ગુરુવારે વાવને ચોખ્ખી ચણાક કરી હતી.

X
પાલનપુરમાં મીઠીવાવની સફાઈ કરાઈ
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App