• Gujarati News
  • બોકરવાડામાં પૂનમે નેત્રેશ્વરી માતાજીનો પાટોત્સવ

બોકરવાડામાં પૂનમે નેત્રેશ્વરી માતાજીનો પાટોત્સવ

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વિસનગર તાલુકાના બોકરવાડા ગામે કારતકી પૂનમને રવિવાર ૧૭મી નવેમ્બરના રોજ વિસનગર તાલુકાના બોકરવાડા ગામે મહિ‌સાસુર મર્દની મહાકાલી ઉર્ફે નેત્રેશ્વરી માતાજીના સાનિધ્યમાં પ્રાણ પ્રતિષ્ઠાનો વાર્ષિ‌ક પાટોત્સવ યોજવામાં આવ્યો છે. આ દિવસે માતાજીની શોભાયાત્રા નીકળશે અને નવચંડી યજ્ઞ થશે. રાત્રે સાંસ્કૃતિક કાર્યક્રમ શકુબાઇનું આખ્યાન નાટયસ્વરૂપે વિસનગર તાલુકાના કાંસા ગામના કલાકારો રજૂ કરશે. આ કાર્યક્રમ માણવા માઇભક્તો મોટી સંખ્યામાં ઉમટી પડે છે.