• Gujarati News
  • સિદ્ધપુરમાં કાર્તિ‌કી મેળાને લઇને વાહનોની પ્રવેશબંધી

સિદ્ધપુરમાં કાર્તિ‌કી મેળાને લઇને વાહનોની પ્રવેશબંધી

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સિદ્ધપુર : સિદ્ધપુર ખાતે યોજાનાર સાત દિવસીય મેળામાં ટ્રાફિક સમસ્યા નિવારવા વાહનોની પ્રવેશબંધીનો હુકમ અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ ડી.એ.શાહ દ્વારા ફરમાવવામાં આવ્યો છે.
૧પથી ર૧ નવેમ્બર સુધી શહેરમાં બિંદુ સરોવર પીકઅપ સ્ટેન્ડથી રેલવે પુલ પરથી મેળા તરફના ભાગે જતાં રોડ પર, બિંદુ સરોવર સ્ટેન્ડથી મેળાના અંદરના ભાગે, ઋષિ તળાવ ફાટક તથા કાકોશી રેલવે ફાટકથી અંદરના ભાગે, લાલપુર ઇન્દીરાનગર જવાના ત્રણ રસ્તાથી અંદરના મેળાના ભાગે, કહોડા ત્રણ રસ્તાથી અંદરના મેળા તરફના ભાગે, રાજપુર જકાતનાકા તરફથી અંદરના મેળા તરફના ભાગે ચાર પૈડાવાળા વાહનોની સાત દિવસ માટે પ્રવેશબંધી ફરમાવવામાં આવી છે.આ ઉપરાંત અશોક સિનેમા તેમજ કહોડા ત્રણ રસ્તાથી સરસ્વતી નદીના પટમાં ભરાનાર મેળામાં ફોર વ્હીલર ઉપરાંત થ્રી વ્હીલર, ટુ વ્હીલર વાહનચાલકો પણ વાહન સાથે પ્રવેશ કરી શકશે નહીં.