• Gujarati News
  • ગાંધીનગરના અક્ષરધામનો વોટર શો એશિયા ખંડમાં અવ્વલ

ગાંધીનગરના અક્ષરધામનો વોટર શો એશિયા ખંડમાં અવ્વલ

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગાંધીનગરના અક્ષરધામનો વોટર શો એશિયા ખંડમાં અવ્વલ
ગાંધીનગર ખાતેના અક્ષરધામમાં સાયન્સ અને ટેકનોલોજીના સમન્વયથી એક અદભૂત વોટર શો રોજ સાંજે દર્શાવવામાં આવે છે. તેનો સમય ૪પ મિનિટનો છે. આ વોટર શો એશિયા ખંડમાં અવ્વલ કહેવાય છે. દુનિયાના ૬ દેશમાં આ પ્રકારનો વોટર શો ચાલે છે. તેમાં એશિયામાં માત્ર ગુજરાતમાં ગાંધીનગર ખાતે તે જોવા મળે છે. તેની મુલાકાત લેનારાઓમાં વિષ્વના અનેક દેશના ડેલીગેટ્સનો સમાવેશ થાય છે. ફ્રેન્ચના ઇવ પીપા નામના ટેકનિશિયને બનાવેલા આ વોટર શોમાં કથોપનિશદની વાતને રજૂ કરી આત્મા અને પરમાત્માનું જ્ઞાન દર્શાવાયું છે. તે ઉપરાંત માનવી પોતાનું જાવન ઘડતર ખુબ સારી રીતે કરી શકે તે થીમ ઉપર એક અદભૂત એકઝીબીશન પણ અહીં જોવા લાયક છે.