• Gujarati News
  • રિક્ષામાં ક્રૂરતાપૂર્વક બાંધી પાડાને લઇ જતાં બે શખ્સો ઝડપાઇ ગયાૃચ્ ’

રિક્ષામાં ક્રૂરતાપૂર્વક બાંધી પાડાને લઇ જતાં બે શખ્સો ઝડપાઇ ગયાૃચ્/’

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાસ્કર ન્યૂઝ.વિસનગર
વિસનગર તાલુકા પોલીસે ગણેશપુરા ગામની સીમમાંથી રિક્ષામાં ક્રુરતાપૂર્વક બાંધીને લઇ જતા પાડા સાથે બે શખ્સોની ધરપકડ કરી તેમની વિરુધ્ધ ગુનો દાખલ કર્યો છે.
તાલુકા ઇન્ચાર્જ પી.આઇ. એ.એન.ગઢવી, પોકો પ્રવિણભાઇ સહિ‌તનો સ્ટાફ તાલુકાના ભાલક ગામ નજીક પેટ્રોલીંગ કરી રહ્યો હતો તે દરમિયાન ભાલકથી ગણેશપુરા જતા રોડ ઉપર સીએનજી રીક્ષા પસાર થતાં અટકાવી તપાસ હાથ ધરી હતી. આ રીક્ષામાં ક્રુરતાપૂર્વક પાડો બાંધ્યો હતો અને તેના માટે પાણી કે ઘાસચારની સગવડ કરેલ ન હતી. પોલીસે તેમની પૂછપરછ કરતાં તેમનું નામ નોસારહુસેન નસીબખાન શેખ અને વસીમહુસેન ઉસ્માનમીયાં રહે. બંન્ને રાલીસણા હોવાનું જણાવ્યું હતું. પોલીસે રીક્ષા સાથે બંન્ને શખ્સોની અટકાયત કરી તેમની વિરુધ્ધ ગુનો દાખલ કર્યો છે જ્યારે પાડાને વિસનગર પાંજરાપોળમાં મોકલી આપ્યો હતો.