• Gujarati News
  • બાઇક પલટી ખાઇ જતાં ઘવાયેલી મહિ‌લાનું મોત

બાઇક પલટી ખાઇ જતાં ઘવાયેલી મહિ‌લાનું મોત

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાસ્કર ન્યૂઝ.સિદ્ધપુર
સિદ્ધપુર તાલુકાના કનેસરા ગામના સુરેશગિરી મણિગીરી ગોસ્વામી ((જીજે-૨૪ જે-૪૧૩૪)) બાઇક પર દક્ષાબેન પ્રકાશવન ગોસ્વામીને સાથે લઇને ગુરૂવારે સાંજે ૭-૧પ વાગ્યે સરસ્વતી નદીના પુલ પરથી નીકળતા હતા ત્યારે રસ્તામાં કૂતરું આડુ આવી જતાં સુરેશગીરીએ એકદમ બ્રેક મારી હતી. જેથી બાઇક પરનો કાબુ ગુમાવી દેતાં પલટી ખાઇ ગયા હતા. જેમાં કનેસરા ગામના દક્ષાબેન પ્રકાશવન ગોસ્વામીને ગંભીર ઇજાઓ થતાં તેમનું મોત નીપજ્યું હતું.
સુરેશગીરી ગોસ્વામીને પણ ઇજા થઇ હતી. આ અંગે સિદ્ધપુર પોલીસ મથકે ફરિયાદ નોંધાતાં પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ
ધરી છે.