• Gujarati News
  • પેટ્રોલપંપમાલિક સામે જાહેરનામાં ભંગની ફરિયાદૃચ્ ’

પેટ્રોલપંપમાલિક સામે જાહેરનામાં ભંગની ફરિયાદૃચ્/’

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાસ્કર ન્યૂઝ. ગાંધીનગર
ગાંધીનગર જીલ્લામાં પેટ્રોલપંપ, હોટેલો તથા અન્ય જાહેર સ્થળો પર સુરક્ષાનાં પગલે સીસીટીવી કેમેરા લગાવવા ફરજીયાત હોવાનું જીલ્લા કલેકટર દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યુ છે. પરંતુ કેટલાંક સંચાલકો દ્વારા તેનું પાલન કરવામાં આવતુ નથી. લવારપુર ગામે આવેલા એક પેટ્રોલ પંપનાં સંચાલક દ્વારા સીસીટીવી કેમેરા ન લગાવી જાહેરનામાનો ભંગ કરવામાં આવતા એસઓજી દ્વારા તેનાં સંચાલક સામે પોલીસ ફરીયાદ નોંધાવવામાં
આવી છે. જાહેરનામાનાં અમલ કરાવવા બાબતે પોલીસ તથા એસઓજી દ્વારા ખાસ કાળજી લેવામાં આવી રહી છે. શનિવારે એસઓજી ટીમે ગાંધીનગરનાં લવારપુર ગામ પાસે હાઇવે પર આવેલા એક પેટ્રોલપંપ પર અચાનક ચેકીંગ હાથ ધર્યું હતું. જેમાં પેટ્રોલપંપનાં સંચાલક દ્વારા જીલ્લા કલેક્ટરનાં જાહેરનામાંની ઐસી કી તૈસી કરી કેમેરા ન લગાવવામાં આવ્યા હોવાનું ધ્યાને આવ્યુ હતું. જેના પગલે એસઓજી ટીમે પેટ્રોલપંપનાં સંચાલક-માલિક અશ્વિનભાઇ નવીનચંદ્ર પટેલ સામે જાહેરનામાં ભંગની ફરીયાદ નોંધાવી હતી.