• Gujarati News
  • ૨૦ પશુઓ કતલખાને લઇ જતાં નાગલપુરના છ શખ્સો ઝડપાયા

૨૦ પશુઓ કતલખાને લઇ જતાં નાગલપુરના છ શખ્સો ઝડપાયા

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાસ્કર ન્યૂઝ.ચોટીલા
ચોટીલાના નેશનલ હાઇવે પરથી જીવદયાપ્રેમીઓની ટુકડીએ ૨૦ અબોલ જીવો સહિ‌ત ત્રણ વાહનો સાથે મહેસાણાના નાગલપુરના છ શખ્સોને ઝડપી પોલીસના હવાલે કર્યા હતા.
ચોટીલાના જીવદયાપ્રેમીઓની ટુકડીએ ૨૦ પશુઓને ચામુંડા માતા ચાર રસ્તા પાસેથી ઝડપી લીધા હતા. ચોટીલા નેશનલ હાઇવે પર જીવદયાપ્રેમીઓએ વોચ ગોઠવી હતી. જેમાં એક ટ્રકમાંથી ૧૦ ભેંસો, બીજી ટ્રકમાંથી ૯ ભેંસ, એક પાડો સહિ‌ત ૨૦ પશુઓ ક્રૂરતાપૂર્વક હાલતમાં કબજે કરાયા હતા.
જયારે બંને ટ્રકમાંથી મહેસાણાના નાગલપુર ગામના ઇનાયતહુસેન ગુલાબહુસેન, સૈયદ અઝુબા નિસ્સારઅહેમદ, સૈયદ બશીરઅહેમદ નિસ્સારઅહેમદ, ભરત લક્ષ્મણભાઇ રાવળદેવને ઝડપી લીધા હતા. કતલખાને જતી બંને ટ્રકોનું પાછળ ઇન્ડિકા કાર પાયલોટિંગ કરતી હતી. જેમાંથી નિસ્સારઅહેમદ તથા યુનુસ અમીરમીયા શેખ ઝડપાયા હતા.આ તમામ પશુઓને ચોટીલા પાંજરાપોળ મોકલી અપાયા હતા.