• Gujarati News
  • ઊંઝામાં પોલીસ ક્વાટ્‌ર્સ પાસે જ જુગાર રમતાં છ જણા ઝડપાયા

ઊંઝામાં પોલીસ ક્વાટ્‌ર્સ પાસે જ જુગાર રમતાં છ જણા ઝડપાયા

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાસ્કર ન્યૂઝ.મહેસાણા
ઊંઝાના કોટકૂવા વિસ્તારમાં મગનલાલ ડોક્ટરના દવાખાના પાસેની અવાવરું જગ્યામાં બેસીને જુગાર રમી રહેલા છ શખ્સોને શુક્રવારે બપોરે પોલીસે ઝડપી લીધા હતા.
ઊંઝાના કોટકૂવા વિસ્તારમાં પોલીસ ક્વાટ્‌ર્સ નજીક ડોક્ટર મગનલાલના દવાખાનાની બાજુમાં આવેલી અવાવરું જગ્યામાં બેસીને કેટલાક શખ્સો જુગાર રમતા હોવાની બાતમી સ્થાનિક પોલીસને મળી હતી. જેના પગલે પીએસઆઈ એસ.જી.શ્રીપાલે સ્ટાફ સાથે શુક્રવારે બપોરે આ જગ્યામાં ઓચિંતી રેડ કરી હતી. જેમાં જાહેરમાં બેસીને જુગાર રમતા ઊંઝાના દરજી રાજેન્દ્રકુમાર મફતલાલ, પ્રજાપતિ રાજેશભાઈ અમરતભાઈ, શાહ રોહિ‌તભાઈ બુધાલાલ, રાઠોડ લાલાભાઈ નાગજીભાઈ, દેવીપૂજક કાન્તિલાલ મગનલાલ તથા પટેલ ભરતભાઈ શિવરામભાઈને પોલીસે રૂ.૧,૬૪૦ની રોકડ રકમ તથા જુગારના સાહિ‌ત્ય સાથે ઝડપી લીધા હતા. પોલીસે તમામ વિરુદ્ધ જુગારધારા હેઠળ ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.