• Gujarati News
  • ગંદુ પાણી કાઢવા બાબતે હુમલો

ગંદુ પાણી કાઢવા બાબતે હુમલો

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મહેસાણા : વિજાપુર તાલુકાના લાડોલ ગામની સીમમાં પટેલ સીતારામ આત્મારામના ખેતરમાં રહેતા નારણજી તેમના ઘરનું ગંદુ પાણી જયંતીભાઈના ઘર આગળ કાઢતા હોઈ બુધવારે મોડી સાંજે જયંતીભાઈએ આ બાબતે તેમને ઠપકો આપ્યો હતો. જેથી ઉશ્કેરાઈ ગયેલા નારણજી તથા તેમનાં પત્ની જયાબેને જયંતીભાઈ, તેમની પુત્રી ચંપાબેન સહિ‌ત પરિવારજનોને અપશબ્દો બોલી જાતિ વિષયક અપમાન કરી ગડદાપાટુનો માર માર્યો હતો અને ચંપાબેનના માથા ઉપર લોટાથી માર મારતાં તેમને ઈજા પહોંચી હતી. આ બાબતે ચંપાબેને વિજાપુર પોલીસ મથકે એટ્રોસીટી એક્ટ હેઠળ ગુનો નોંધાવ્યો છે.