• Gujarati News
  • સાસરિયાંના ત્રાસથી સુરજની મહિ‌લાએ તળાવમાં ઝંપલાવ્યું

સાસરિયાંના ત્રાસથી સુરજની મહિ‌લાએ તળાવમાં ઝંપલાવ્યું

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
@કડી તાલુકાના સુરજ ગામની ચકચારી ઘટના
@મૃતકના પિતાએ સાસરિયાં વિરુદ્ધ આત્મહત્યા માટે દુષ્પ્રેરણની ફરિયાદ નોંધાવી
ભાસ્કર ન્યૂઝ.મહેસાણા
કડી તાલુકાના સુરજ ગામની પરિણીતાએ નવા વર્ષના દિવસે જ તળાવમાં ઝંપલાવીને આત્મહત્યા કરી લેતાં ચકચાર પ્રસરી છે. સાસરિયાંનો ત્રાસ સહન ન થતાં તેણીએ આત્મહત્યા કરી હોવાનું જણાવી મૃતકના પિતાએ સાસરિયાં વિરુદ્ધ કડી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતાં પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
કડી તાલુકાના સૂરજ ગામના પ્રજાપતિ કિરણભાઈ ચેલાભાઈની પત્ની કૈલાસબેન ((૧૯))એ સોમવારે નવા વર્ષના દિવસે જ સુરજ ગામના તળાવમાં ઝંપલાવી જીવન ટૂંકાવી દીધું હતું. આ બાબતે મૃતક કૈલાસબેનના પિતા પ્રજાપતિ અમરતભાઈ જેસાજી સગાજી ((રહે.નોખા, તા. દિયોદર, જિ.બનાસકાંઠા))એ કડી પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે કે, કૈલાસબેનના પતિ તેમજ સાસુ- સસરા તેણીને રસોઈ કરતાં નથી આવડતું, ચિકનગુનિયાનું ખોટું બહાનું કાઢીને પડી રહે છે વગેરે મહેણાં-ટોણાં મારી શારીરિક અને માનસિક ત્રાસ આપી પરેશાન કરતાં હતાં. જેથી કૈલાસબેને ત્રાસ સહન ન થતાં ગામના તળાવમાં પડીને મોતને ભેટી છે.
આ બાબતે તેમણે પ્રજાપતિ કિરણભાઈ ચેલાભાઈ, પ્રજાપતિ ચેલાભાઈ રૂપાભાઈ તથા પ્રજાપતિ કમુબેન ચેલાભાઈ વિરુદ્ધ મરવા માટે દૂષ્પ્રેરણ કર્યાની ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.