• Gujarati News
  • વાવના યુવકોને થરાદની હોટલ પર આવીને ધમાલ કરવી ભારે પડીૃચ્ ’

વાવના યુવકોને થરાદની હોટલ પર આવીને ધમાલ કરવી ભારે પડીૃચ્/’

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
થરાદ: હાઇવે પર આવેલી એક હોટલમાં વાવ તાલુકાના દસ જેટલા શખ્સોએ જમવા બાબતે હોટલ માલિક સાથે મારામારી કરતાં તમામની સામે પોલીસ ફરિયાદ નોંધાઇ હતી. પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી હતી. વાવ તાલુકાના રામાભાઇ ગણેશભાઇ રાજપુત, વણાભાઇ ગણેશભાઇ રાજપુત અને રમેશભાઇ રાજપુત સહિ‌ત દસ ઇસમો થરાદ સાંચોર હાઇવે પર આવેલી રસવાટીકા હોટલમાં જમવા માટે આવ્યા હતા. જ્યાં જમવાના પૈસા બાબતે માથાકૂટ કરી પૈસા પાછાની માંગણીઓ કરી ઉશ્કેરાઇ જઇ ધોકા પાઇપ જેવા જીવલેણ હથિયારો સાથે મારવા આવી, મારમારી અપશબ્દો બોલી હોટલ માલિકને જીવથી મારી નાખવાની ધમકી આપી હતી. આ અંગે હોટલ માલિક અશોકભાઇ ચતુરભાઇ બારોટ રહે સોનારા શેરી મૂળ બુકણા તા. વાવની ફરિયાદના આધારે પોલીસે દસ વ્યક્તિઓ સામે ગુનો દાખલ કર્યો હતો.