• Gujarati News
  • ટ્રેન અકસ્માતમાં યુવાનનું મોત

ટ્રેન અકસ્માતમાં યુવાનનું મોત

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મહેસાણા : મહેસાણા-વિરમગામ રેલવે ટ્રેક પરથી બુધવારે રાત્રે પસાર થઈ રહેલી કોઈ ટ્રેન સાથે લીંચ રેલવે સ્ટેશન નજીક કુડેલના યુવાનનો અકસ્માત સર્જા‍તાં તેનું મોત નિપજ્યું હતું. માલગાડીના ચાલકને લીંચ રેલવે સ્ટેશન નજીક ટ્રેક પર લાશ પડી હોવાનું ધ્યાને આવતાં આ બાબતે સ્ટેશન માસ્તરને જાણ કરી હતી. કોઈ ટ્રેન સાથે સર્જા‍યેલા અકસ્માતમાં માથના ભાગે તેમજ શરીરે ગંભીર ઈજાઓ પહોંચતાં મોત નિપજ્યું હોવાનું જણાતાં લાશ બાજુમાં ખસેડી મહેસાણા રેલવે પોલીસને જાણ કરાઈ હતી. મૃતક યુવાન પાસેથી મળેલી ડાયરીમાં લખેલા નંબર પરથી તેના પરિવારજનોનો સંપર્ક થયો હતો. મૃતક મૂળ પાટણ તાલુકાના કુડેર ગામના બળદેવભારથી વશરામભારથી ગોસ્વામી ((ઉં.વ.૪૨)) હોવાનું તેમજ પરિવાર સાથે આ વિસ્તારમાં મજુરીકામ કરતો હોવાનું ખુલ્યું હતું. મહેસાણા સિવિલમાં લાશનું પીએમ કરાયું છે.