તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • અણખોલમાં ગરબા પ્રસંગે થયેલી મારામારી ત્રણને ઈજા

અણખોલમાં ગરબા પ્રસંગે થયેલી મારામારી ત્રણને ઈજા

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કડીના અણખોલમાં ગરબા પ્રસંગે થયેલી મારામારી ત્રણ જણાને ઈજા
મહેસાણા : કડી તાલુકાના અણખોલ ગામે બેસતા વર્ષની રાત્રે નીકળતા વેરાઈ માતાના ગરબાનો મહોત્સવ બીજા દિવસે બપોર સુધી ચાલે છે. મંગળવારે બપોરે ગરબા વળાવ્યા પૂર્વે ગામના ચોતરે ત્રણ-ચાર હરોળમાં ગરબા રમાતા હતા ત્યારે લાઈનમાં ધક્કામુક્કી થતાં બોલાચાલી થઈ હતી. બોલાચાલીમાંથી સર્જા‍યેલી મારામારીમાં ત્રણેક વ્યક્તિને નાની-મોટી ઈજા પહોંચતાં સરપંચ સહિ‌તે મામલો ઠંડો પાડયો હતો અને ઈજાગ્રસ્તોને કડી ખાતે સારવાર માટે ખસેડાયા હતા. આ બાબતે ઠાકોર વિક્રમજી મણાજીએ ઠાકોર સોમાજી ચેહરાજી, ઠાકોર પ્રવિણજી બળદેવજી, ઠાકોર ખોડાજી ઉર્ફે દિલીયો ફુલાજી તથા ઠાકોર સુરેશજી પરાગજી વિરુદ્ધ નંદાસણ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. જ્યારે સામા પક્ષે ઠાકોર ખોડાજીએ ઠાકોર વિક્રમજી મણાજી, ઠાકોર અરવિંદજી મણાજી, ઠાકોર મહેન્દ્રજી રામાજી તથા ઠાકોર દિલીપજી મંગાજી વિરુદ્ધ ફરિયાદ નોંધાવતાં રાજપુર ઓપીના જમાદાર નાગજીભાઈએ વધુ તપાસ હાથ ધરી છે.