તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • બહુચરાજીના બિલ્ડરની હત્યાના કાવતરાનો પર્દાફાશ

બહુચરાજીના બિલ્ડરની હત્યાના કાવતરાનો પર્દાફાશ

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

- જમીનના ઝઘડાની અદાવતનો બદલો લેવા સોપારી આપ્યાનો તપાસમાં ખુલાસો
- બહુચરાજીના જ શખ્સોએ સોપારી આપી હોવાનો ચોંકાવનારો ખુલાસો, રમેશ કમાભાઇ પરમાર સહિ‌ત છ જણા સામે ફરિયાદ
- સ્કોર્પિ‌યો ગાડી, નંબર પ્લેટ વિનાનું બાઇક અને બે છરા કબજે લેવાયા


બહુચરાજીના બિલ્ડર નરેશભાઇ ઠક્કરની હત્યાના ઇરાદે સ્કોર્પિ‌યો ગાડી લઇને આવેલા ત્રણ શખ્સોને સ્થાનિક પોલીસે શનિવારે સવારે ઝડપી લીધા હતા. જેમની પાસેથી બે ધારદાર છરા મળી આવ્યા હતા. પોલીસ પૂછપરછમાં ગામના જ બે શખ્સોએ જમીનની અદાવતમાં બિલ્ડરનું ખૂન કરવા માટે તેમને હથિયારો સાથે મોકલ્યા હોવાનો ચોંકાવનારો ખુલાસો થતાં પોલીસે છ શખ્સો વિરુદ્ધ ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.

બહુચરાજી પીએસઆઇ જે.એચ. સિંઘવ સ્ટાફ સાથે શનિવારે સવારે ૧૦-૩૦ વાગ્યે હાઇવે પેટ્રોલિંગમાં નીકળ્યા હતા, તે સમયે ગાયત્રી મંદિર નજીક કાલરી રેલવે ફાટક પાસેથી સ્કોર્પિ‌યો ગાડી ((જીજે-૮ એફ-૭૨૭૯)) શંકાસ્પદ હાલતમાં પસાર થતાં પોલીસે તેને અટકાવી તલાશી લેતાં ગાડીમાંથી બે ધારદાર છરા મળી આવ્યા હતા. આથી પોલીસે ગાડીમાં બેઠેલા ત્રણેય શખ્સોની અટકાયત કરી કડક પૂછપરછ કરતાં આ ટોળકીએ બયાન કરેલી હકીકત સાંભળી પોલીસ પણ ચોંકી ગઇ હતી.

પોલીસના જણાવ્યા મુજબ, સ્કોર્પિ‌યો ગાડીમાં સવાર નરોડા-અમદાવાદના સોલંકી ત્રિભોવન ઊર્ફે ડેની બેચરભાઇ અને પાટીલ ભરતભાઇ પરશુરામ તેમજ બહુચરાજીના એંદલા ગામના ગાડીના ડ્રાઇવર નાયી વિષ્ણુકુમાર દેવચંદભાઇની પૂછપરછમાં બહુચરાજીની શક્તિનગર સોસાયટીમાં રહેતા પરમાર રમેશભાઇ કમાભાઇ અને પરમાર દિનેશભાઇ કમાભાઇ તેમજ અમદાવાદના મહેશ દવે નામના શખ્સોએ બહુચરાજીની રાજેશ્વરી સોસાયટીમાં રહેતા વ્યવસાયે બિલ્ડર નરેશભાઇ જયંતીલાલ ઠક્કરનું ખૂન કરવા હથિયારો સાથે મોકલ્યા હોવાની કબૂલાત કરી હતી.

આથી પોલીસે બિલ્ડર નરેશભાઇ ઠક્કરની ફરિયાદ આધારે પરમાર રમેશ કમાભાઇ, પરમાર દિનેશ કમાભાઇ, મહેશ દવે, ત્રિભોવન ઊર્ફે ડેની બેચરભાઇ સોલંકી, ભરત પરશુરામ પાટીલ અને વિષ્ણુ દેવચંદભાઇ નાયી વિરુદ્ધ ખૂનની કોશિશ, કાવતરા સહિ‌તની કલમો હેઠળ ગુનો નોંધી પીએસઆઇ જે.એચ. સિંઘવે વધુ તપાસ હાથ ધરી છે.
પોલીસે સ્કોર્પિ‌યો ગાડી, નંબર પ્લેટ વિનાનું બાઇક તેમજ બે છરા કબજે લીધા છે.

આગળ વાંચો, બિલ્ડરની હત્યા કરવા માટે બે દિવસથી રેકી કરાઈ હતી