તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • ઊંઝાના આધેડ ટ્રેન નીચે કપાયા

ઊંઝાના આધેડ ટ્રેન નીચે કપાયા

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઊંઝા રેલવે સ્ટેશન નજીક બ્રાન્દ્રા-જોધપુર એક્સપ્રેસ ટ્રેનના એન્જિન આગળ આવી જતાં મોતને ભેટયા
ભાસ્કર ન્યૂઝ.મહેસાણા
ઊંઝા રેલવે સ્ટેશન નજીકથી શનિવારે બપોરે પસાર થઈ રહેલી બ્રાન્દ્રા-જોધપુર એક્સપ્રેસ ટ્રેન આગળ કોઈ અગમ્ય કારણોસર આવી ગયેલા ઊંઝાના આધેડનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નિપજ્યું હતું.
બ્રાન્દ્રા- જોધપુર ટ્રેન શનિવારે બપોરે મહેસાણાથી પાલનપુર તરફ જઈ રહી હતી ત્યારે ઊંઝાના અગિયાર ગરનાળા તથા ઊંઝા રેલવે સ્ટેશન વચ્ચે એક આધેડ અચાનક ટ્રેનના એન્જિન આગળ આવી જતાં બંને પગ કપાઈ જવા સહિ‌તની ગંભીર ઈજાઓના કારણે તેમનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નિપજ્યું હતું.
અકસ્માતની જાણ થતાં જ લોકો એકઠા થઈ ગયા હતા અને મૃતક આધેડ ઊંઝાના ગાંધીચોક નજીક આવેલા ડબગરની પીંપળ પાસે રહેતા ભરતભાઈ રમણભાઈ ડબગર ((૪પ)) હોવાનું ખુલ્યું હતું. સમાચારના પગલે મૃતકના પરિવારજનોમાં આક્રંદ છવાયો હતો.
આ બાબતે મહેસાણા રેલવે પોલીસને જાણ કરાતાં હેડ કોન્સ્ટેબલ તખતસિંહે ઊંઝાના સરકારી દવાખાનામાં મૃતકની લાશનું પીએમ કરાવી પરિવારજનોને સોંપી હતી અને અકસ્માત મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. ઉલ્લેખનિય છે કે, ભરતભાઈ સ્ટવ રિપેરિંગનું કામ કરતા હતા અને સવારે ઘરેથી સ્ટવ રિપેરિંગના ધંધા માટે નીકળ્યા હતા.