તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • પૂજા માટે ફૂલબજારમાં ફૂલગુલાબી તેજી

પૂજા માટે ફૂલબજારમાં ફૂલગુલાબી તેજી

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પૂજા માટે ફૂલબજારમાં ફૂલગુલાબી તેજી
ધનતેરસે લક્ષ્મીપૂજનનું મહત્વ હોવાથી ઘર, ઓફિસ સહિ‌તના સ્થળોએ લક્ષ્મી પૂજન માટે શહેરના ફૂલબજાર પણ ગરમાયું હતું. મોઢેરા ચોકડી, આઝાદચોક, તોરણવાળી માતા ચોક, નાગલપુર સહિ‌તના વિસ્તારોમાં આવેલ દુકાન ઉપરાંત રસ્તા પર ઉભી રહેલ ફૂલહારની લારીઓ પર પણ ખરીદી માટે ભીડ જામી હતી.
દિવાળી ધનતેરસે દેખાઇ
સોના-ચાંદી બજાર છેલ્લા કેટલાક સમયથી સામાન્ય હતું. પરંતુ શુક્રવારે ધનતેરસે બજારમાં દિવાળી દેખાઇ હતી. સોના ચાંદીના દાગીની તથા સિક્કાની ખરીદી માટે સારી એવી ઘરાકી જોવા મળી હતી. રવિવારના દિવસના રવિ પુષ્ય નક્ષત્ર કરતાં પણ ધનતેરસ સારી રહી છે. -ધમેન્દ્ર પટેલ, જ્વેલ‌ર્સ