તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • મંદિરોના શિખરે છવાયો દિપાવલીનો નવરંગી ઊજાસ

મંદિરોના શિખરે છવાયો દિપાવલીનો નવરંગી ઊજાસ

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

રોશનીના મહાપર્વ દિપાવલીના તહેવારોનો આરંભ થઇ ગયો છે. આ મહાપર્વને ઊજવવા અને નવા વર્ષને વધાવવા લોકોમાં ભારે ઉમંગ અને ઉલ્લાસ જોવા મળી રહ્યો છે. બજારમાં દિવસે ખરીદીનો માહોલ જોવા મળી રહ્યો છે, તો રાત્રે દેવમંદિરો તેમજ ખાનગી બિલ્ડીંગો પર કરવામાં આવેલી રંગબેરંગી રોશનીનો નજારો પથરાઇ જાય છે. મહેસાણા હાઇવે પર આવેલા સ્વામિનારાયણ મંદિરને પણ કલાત્મક રોશનીથી નવોઢાની જેમ શણગારવામાં આવ્યું છે. અહીંથી પસાર થતાં લોકો આ નજારો જોવા ઘડીભર ઊભા રહી જાય છે.

-રોહિ‌ત પટેલ