તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • રાધનપુર પાલિકાના ૧૧ સભ્યોને મનાવવા પાલિકા પ્રમુખના પ્રયાસો

રાધનપુર પાલિકાના ૧૧ સભ્યોને મનાવવા પાલિકા પ્રમુખના પ્રયાસો

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાધનપુર : રાધનપુર નગરપાલિકાની ર૧ સદસ્યોની કોંગ્રેસની બોડીમાંથી નવ સદસ્યોએ ઠરાવો નામંજૂર થતાં નારાજ થઇ ૧૧ સભ્યોએ પક્ષમાંથી રાજીનામું આપી દીધા હતા. જે ઘટનાને પગલે શુક્રવારે જિલ્લા કોંગ્રેસ પ્રમુખે મુલાકાત લઇ રીસાયેલા સભ્યોને મનાવવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ તેમણે દિવાળી પછી વિચારવાનું કહેતાં જિલ્લા પ્રમુખે પણ તેવું આશ્વાસન આપ્યું હતું.
કોંગ્રેસના સદસ્યો દ્વારા ઠરાવો નામંજૂર કરાતાં પક્ષમાં વિવાદ સર્જા‍યો હતો અને ૧૧ સભ્યોએ ગુરુવાર રાજીનામા આપી દેતાં પક્ષના પ્રદેશ અગ્રણીઓ પણ હરકતમાં આવી ગયા હતા. પ્રદેશ અધ્યક્ષ અર્જુનભાઇ મોઢવાડીયા, શક્તિસિંહ ગોહીલ, શંકરસિંહ વાઘેલા સહિ‌તના નેતાઓએ પરિસ્થિતિનો તાગ મેળવવા ટેલિફોનિક સંપર્કો કર્યા હતા તેવું સૂત્રોએ જણાવ્યું હતું. જિલ્લા કોંગ્રેસ પ્રમુખ બાબુભાઇ દેસાઇએ શુક્રવારે રાધનપુરની મુલાકાત લીધી હતી.