• Gujarati News
  • લેબોરેટરીમાં એમએસસી ૪ના ૩૦ છાત્રો પ્રેક્ટિકલ કરી રહ્યા હતા : કાચના બાઉલમાં કેમિકલ મિક્ષિંગ કરતા

લેબોરેટરીમાં એમએસસી-૪ના ૩૦ છાત્રો પ્રેક્ટિકલ કરી રહ્યા હતા : કાચના બાઉલમાં કેમિકલ મિક્ષિંગ કરતાં સર્જા‍યેલ બ્લાસ્ટથી સંકુલથી દૂર સુધી ગભરાટ ફેલાયો ૃચ્/’ ભાસ્કર ન્યૂઝ. પાટણ ૃચ્/’પાટણ શહેરની શેઠ એમ.એન.સાયન્સ કોલેજના લેબોરેટરી રૂમમાં એમએસસી સેમેસ્ટર-૪ના વિદ્યાર્થીઓ શુક્રવારે ઇન્ટરનલ પરીક્ષામાં કાચના બાઉલમાં કેમિકલ નાખીને પ્રિપરેશન કરી રહ્યા હતા ત્યારે રિએકશનમાં આકસ્મિક બ્લાસ્ટ થતાં ભારે ધડાકાથી દોડધામ મચી ગઇ હતી. આ બનાવમાં ચાર વિદ્યાર્થીઓને ઇજા થતાં તાત્કાલિક સારવાર માટે જનતા હોસ્પિટલ લઇ જવાયા હતા. જ્યારે આ બ્લાસ્ટથી શીશા પણ તૂટી ગયા હતા. ૃચ્/’ સાયન્સ કોલેજમાં એમએસસી કેમેસ્ટ્રી સેમ-૪ના ઓર્ગનિક અને ઇનઓર્ગેનિક બ્રાન્ચના ૩૦ વિદ્યાર્થીઓ ગુરૂવારે સવારે ૧૧ વાગ્યાથી લેબોરેટરીમાં ઇન્ટરનલ પ્રેક્ટિકલ પર

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પરીક્ષાનું પ્રેક્ટિકલ કરી રહેલા ચાર સ્ટુડન્ટ ઘવાયા : લેબોરેટરીમાં એમએસસી-૪ના ૩૦ છાત્રો પ્રેક્ટિકલ કરી રહ્યા હતા : કાચના બાઉલમાં કેમિકલ મિક્ષિંગ કરતાં સર્જા‍યેલ બ્લાસ્ટથી સંકુલથી દૂર સુધી ગભરાટ ફેલાયો

ભાસ્કર ન્યૂઝ. પાટણ

પાટણ શહેરની શેઠ એમ.એન.સાયન્સ કોલેજના લેબોરેટરી રૂમમાં એમએસસી સેમેસ્ટર-૪ના વિદ્યાર્થીઓ શુક્રવારે ઇન્ટરનલ પરીક્ષામાં કાચના બાઉલમાં કેમિકલ નાખીને પ્રિપરેશન કરી રહ્યા હતા ત્યારે રિએકશનમાં આકસ્મિક બ્લાસ્ટ થતાં ભારે ધડાકાથી દોડધામ મચી ગઇ હતી. આ બનાવમાં ચાર વિદ્યાર્થીઓને ઇજા થતાં તાત્કાલિક સારવાર માટે જનતા હોસ્પિટલ લઇ જવાયા હતા. જ્યારે આ બ્લાસ્ટથી શીશા પણ તૂટી ગયા હતા.

સાયન્સ કોલેજમાં એમએસસી કેમેસ્ટ્રી સેમ-૪ના ઓર્ગનિક અને ઇનઓર્ગેનિક બ્રાન્ચના ૩૦ વિદ્યાર્થીઓ ગુરૂવારે સવારે ૧૧ વાગ્યાથી લેબોરેટરીમાં ઇન્ટરનલ પ્રેક્ટિકલ પરીક્ષા આપી રહ્યા હતા જેમાં એક એક ટેબલ પર વિદ્યાર્થી પ્રાયોગિક પ્રિપરેશન તૈયાર કરતાં હતાં એપ્રોન પહેરીને વિદ્યાર્થીઓ પ્રીપરેશન મુજબ કાચના ચંબુ ((બાઉલ))માં કેમિકલ એકત્ર કરી નિયત હિ‌ટ આપી રિએકશન મેળવવા પ્રક્રિયા કરતાં હતાં. દરમિયાન કેમિકલયુક્ત બાઉલમાં મોટો બ્લાસ્ટ થતાં કાચના કૂરચા થઇને ફેંકાતાં આસપાસના ચાર વિદ્યાર્થીઓને ઇજા થઇ હતી. જેમાં બે વિદ્યાર્થિ‌નીને સામાન્ય ઇજા હતી જ્યારે બેને છાતી તેમજ મોઢાના ભાગે કાચ ઘૂસતાં લોહી નીકળ્યું હતું. આ ઘડાકાની ભારે તીવ્રતાથી બારીના કાચ પણ તોડી નાખ્યા હતા અને સંકુલ બહાર પણ આ કેમિકલ બ્લાસ્ટનો અવાજ સંભળાતાં બીએડ કોલેજ સંકુલથી પણ સ્ટાફ બહાર નીકળી સાયન્સ કોલેજમાં દોડી આવ્યો હતો. જ્યારે ઇજાગ્રસ્ત વિદ્યાર્થીઓને તરત અધ્યાપકો બાઇક પર હોસ્પિટલ લઇ ગયા હતા. જ્યાં મેનેજમેન્ટ ડાયરેક્ટર ડૉ.જે.એચ.પંચોલી, ધ્રુવ પટેલ સહિ‌ત સૌ કોઇ દોડી ગયા હતા.



બ્લાસ્ટથી લેબમાં કાચના પાત્રો ફાટયા

કાચના બાઉલમાં કેમિકલ ભરી હીટ આપતી પ્રક્રિયા દરમિયાન આકસ્મિક બ્લાસ્ટે પાણીના સીન્કમાં ગાબડુ પાડયું હતુ. આસપાસ કાચની નળીઓ, બાઉલ, ટયુબલાઇટ, ચકલીનો નળ, કાચની બોટલ તૂટી ગઇ હતી. ગેસની પાઇપ પણ તૂટી ગઇ હતી અને લેબમાં આગળના ભાગે કાચ વેરવિખેર થયા હતા.



વિદ્યાર્થીઓ દોડધામ કરી બહાર નીકળ્યા

રૂમમાં આગળના ભાગના ટેબલ પર પ્રાયોગિક કાર્ય કરતાં હતા ત્યાં બનાવ થયો હતો ત્યારે રૂમનો પાછળનો દરવાજો બંધ હતો એટલે સૌ દોડીને આગળના દરવાજાથી બહાર નીકળી ગયા હતા તેમ વિદ્યાર્થિ‌ની ભાવિકા પ્રજાપતિએ જણાવ્યું હતું.



ક્ષણવાર કાનમાં સંભળાતું બંધ થઇ ગયું

અમે પ્રેક્ટિસમાં રાઉન્ડ બોટમ ફલાસ્ટઝ ((આરબીએફ)) કરતાં હતાં ત્યારે અચાનક રૂમમાં અચાનક ધડાકો થયો. ક્ષણવાર કાન બહેરા થઇ ગયા હતા.



વિદ્યાર્થી કઇ પ્રિપરેશન બનાવતા હતાં

આ ઓર્ગેનિકના વિદ્યાર્થીઓને સેવન હાઇપ્રોકસી ફોર મીથાઇલ એઇટ એસીટોસાઇન કુમારીનની બનાવવા આપી હતી જે બનાવવામાં કેમિકલ એકત્રિત કરી રીએકશન મેળવવાની પ્રક્રિયા વખતે બનાવ થવાનું કોલેજ સૂત્રોએ જણાવ્યું હતું.



રિએકશનમાં ટેમ્પરેચર મેઇન્ટેન ન થતાં બ્લાસ્ટ : અધ્યક્ષ

રિએકશનમાં ગરમી પકડાઇ હોય તેમાં નિયત ટેમ્પરેચર મેઇન્ટેન ન થયું હોય તેના કારણે બ્લાસ્ટ થયાનું લાગે છે તેમ કેમેસ્ટ્રી અધ્યક્ષ ડૉ.જી.આર.પટેલે જણાવ્યું હતું.



કોને કોને ઇજા થઇ

મીતકુમાર કમલેશભાઇ રાવલ રહે.કાળકા નજીક, પાટણ અને હાર્દિક જીતેન્દ્રભાઇ પટેલ રહે.જળચોક, પાટણને છાતીમાં અને મોઢાના ભાગે કાચ વાગતા ઇજા થઇ હતી. આ બંનેની બોડીની સોનોગ્રાફી એક્સ-રે કરાવાઇ હતી અને હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. જ્યારે વિદ્યાર્થિ‌ની માર્ટીના સવાભાઇ પટેલ પાટણ અને બીંદીયા કાંતિભાઇ પટેલ મહેસાણાને નજીવી ઇજાઓ થઇ હતી.



કોઇ ગંભીર નથી, મેનેજમેન્ટ સારવાર ખર્ચ કરશે : ડાયરેક્ટર

પ્રયોગ કરતાં કેમિકલ બ્લાસ્ટથી મોટો ધડાકો થતાં ચાર વિદ્યાર્થીઓને નાની મોટી ઇજા થઇ હતી જેમને તાત્કાલિક જનતા હોસ્પિટલમાં સારવાર અપાઇ છે. કોઇ ગંભીર નથી, મેનેજમેન્ટ ઇજાગ્રસ્ત છાત્રોની સારવારનો ખર્ચ કરશે તેમ ર્નોથ ગુજરાત એજ્યુકેશન સોસાયટીના એક્ઝિ.ડાયરેક્ટર ડૉ.જે.એચ.પંચોલીએ જણાવ્યું હતું.



ફોટો- ૧૧થી ૨૭

પાટણ સાયન્સ કોલેજની લેબોરેટરીમાં કેમેસ્ટ્રી સેમ-૪ના વિદ્યાર્થીઓની ઇન્ટરનલ પરીક્ષાના પ્રાયોગિક કાર્ય કરી રહ્યાં હતાં ત્યારે એકાએક કેમિકલમાં બ્લાસ્ટ થતાં દોડધામ મચી જવા પામી હતી અને બારીના કાચ તેમજ લેબોરેટરીઓના સામાન તૂટી ગયો હતો. જ્યારે ચાર વિદ્યાર્થીઓને ઇજાઓ થતાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. ((સુનિલ પટેલ))

ફોટો-૨૮-૨૯

આ પ્રાયોગિક કાર્યમાં છ વિદ્યાર્થીઓની ટીમ પૈકી એક વિદ્યાર્થિ‌ની બનાવ પછી ગભરાઇ ગઇ હતી. ((સુનિલ પટેલ))