• Gujarati News
  • પાટણમાં શેરબજાર ઓફિસમાંથી ચોરી કરનાર બે શખ્સ પકડાયા

પાટણમાં શેરબજાર ઓફિસમાંથી ચોરી કરનાર બે શખ્સ પકડાયા

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
૧૨ દિવસ પહેલા નવા ગંજબજારમાં એક ઓફિસમાંથી રૂ. ૩૧૩૦૦ મત્તાની થયેલ ચોરીનો ભેદ પોલીસે ઉકેલ્યો
ભાસ્કર ન્યૂઝ.પાટણ
પાટણ શહેરના નવા ગંજ બજારમાં આવેલ શેરબજારની ઓફિસમાંથી લેપટોપ, રોકડ મળી કુલ રૂ. ૩૧૩૦૦ની મત્તાની ચોરીમાં સંડોવાયેલા બે શખ્સોને બુધવારે એલસીબી પોલીસે પાટણ બસ સ્ટેશનમાંથી પકડી પાડયા હતા અને બી ડિવિઝન પોલીસ હવાલે કર્યો હતો.
નવા ગંજ બજાર ખાતે આવેલ શેરબજારની ઓફિસમાંથી એક લેપટોપ, બે મોબાઇલ અને રૂ. ૬૭૦૦ રોકડ તેમજ બે ચાંદીના સિક્કા મળી કુલ રૂ. ૩૧૩૦૦ની ચોરી થઇ હતી. આ અંગે ર૮ ફેબ્રુઆરીએ બી ડિવિઝન પોલીસ મથકે ફરીયાદ નોંધાઇ હતી. આ બનાવમાં મળેલ હકીકત આધારે એલસીબી પીઆઇ એમ.કે. ત્રિવેદી સહિ‌ત અનુસંધાન પાના નં-૮ પર...
પોલીસની ટીમે તપાસ કરતાં બુધવારે પાટણ બસ સ્ટેશનમાંથી સોહિ‌લ મહેબુબભાઇ શેખ રહે. પાટણ રેલવે સ્ટેશન બદરીયા મસ્જિદ અને ભૈરવનગર પાસે શ્રીજી પાર્કમાં રહેતો એક સગીરવયનો શખ્સ મળી આવ્યો હતો. મોબાઇલ આધારે આ શખ્સોને એલસીબી પોલીસે પકડયા હતા અને પૂછપરછ કરતાં બંને શખ્સોએ શેરબજારની ઓફિસમાં બારીમાંથી પ્રવેશ કરી લેપટોપ, મોબાઇલ સહિ‌તની મત્તા ચોરી કર્યાનું કબૂલ કર્યું હતું. આ બંને શખ્સોને બી ડિવિઝન પોલીસને સોંપાયા હતા.
ઇશખ્સોએ ચોરીનો મુદ્દામાલ અન્યને સોંપેલો
ઇઆ બંને શખ્સોએ ચોરીનો મુદ્દામાલ મોટીસરામાં રહેતાં ચેતનકુમાર મફતલાલ પરમારને આપેલો હતો. પોલીસને પૂછપરછ દરમિયાન આ હકીકત મળતાં ચેતન પરમાર પાસેથી મુદ્દામાલ કબજે કર્યો હતો.
ફોટો-૩૪
પાટણ નવાગંજ બજારની એક ઓફિસમાં ચોરી કરનાર શખ્સ પકડાયો હતો. ((સુનિલ પટેલ))