• Gujarati News
  • પાટણમાં ભૈરવ રોડ પર મહિ‌લાના ગળામાંથી દોરો ઝૂંટવી બે શખ્સો ફરાર

પાટણમાં ભૈરવ રોડ પર મહિ‌લાના ગળામાંથી દોરો ઝૂંટવી બે શખ્સો ફરાર

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અઢી તોલા સોનાનો દોરો આંચકીને બાઇક સવારો ભાગી છૂટયા : પૌત્રીને ટયુશન મૂકવા જતા હતા
ભાસ્કર ન્યૂઝ. પાટણ
પાટણ શહેરમાં છેલ્લા કેટલાક સમયથી ચોરી ચપાટી અને ચેન સ્નેચીંગની ઘટનાઓનો સિલસિલો થંભી ગયો હોવાથી શહેરીજનો હળવાશ અનુભવી રહ્યાં હતા ત્યારે મંગળવારે બપોર બાદ ભૈરવનગર રોડ પર એક મહિ‌લાના ગળામાંથી ચેન સ્નેચીંગની ઘટના બનતાં દોડધામ મચી જવા પામી હતી. જેમાં અઢી તોલા સોનાનો દોરો આંચકીને બાઇક સવારો ભાગી છૂટયા હતા. જેઓનો પીછો કરતાં હાથ લાગ્યા નહોતા.
શહેરમાં ભૈરવ મંદિર પાછળ આવેલ શાંતિકૂજ સોસાયટીમાં રહેતાં શાન્તાબેન દેવાભાઇ રાવલ મંગળવારે બપોરે તેમની પૌત્રીને ટયુશન મૂકવા પારેવા સર્કલ પાસેથી પસાર થઇ રહ્યાં હતા ત્યારે પૂરઝડપે આવી રહેલા બાઇક પર બેઠેલા બે શખ્સો તેમના ગળામાંથી અઢી તોલા વજનનો સોનાનો દોરો ઝૂંટવી પલકવારમાં રાણીની વાવ જતાં રોડ પર ભાગી છૂટયાં હતા. જોકે, મોડી સાંજ સુધી પોલીસમાં નોંધ થઇ નહોતી.