• Gujarati News
  • હારિજમાં સાસરિયાંના ત્રાસથી મહિ‌લાએ અગ્નિ‌સ્નાન કરતાં ધારપુર ખસેડાઇ

હારિજમાં સાસરિયાંના ત્રાસથી મહિ‌લાએ અગ્નિ‌સ્નાન કરતાં ધારપુર ખસેડાઇ

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
માનસિક શારીરિક ત્રાસ આપતાં હોવાથી અગ્નિ‌સ્નાન કર્યાની ફરીયાદ
ભાસ્કર ન્યૂઝ. સમી
હારીજ ટાઉનમાં ભીલપુરા, ટેકરાવાસમાં સોમવારના રોજ એક મહિ‌લાએ અગ્નિ‌સ્નાન કરતાં ચકચાર મચી છે. મહિ‌લાને ૧૦૮ મારફતે ધારપુર રેફરલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવી છે. આ મામલામાં માનસિક શારીરિક ત્રાસ આપતો હોવાની પોલીસ ફરીયાદ નોંધાવા પામી છે.
હારીજ ભીલપુરા ટેકરા ખાતે રહેલા ચૌહાણ રાજુભાઇ શંકરભાઇની પત્ની સંગીતાબેન રાજુભાઇએ સોમવાર બપોરે ૧-૩૦ના કલાકે કેરોસીન છાંટી અગ્નિ‌સ્નાન કર્યું હતું. જેમાં ધુમાડા ગોટા નીકળતાં જ આજુબાજુના લોકો અને કુટુંબીજનોમાં દોડધામ મચી હતી. અને કુટુંબીજનો દ્વારા ૧૦૮ ને જાણ કરાતાં ધારપુર સિવિલ ખાતે લઇ જવામાં આવી હતી. જ્યારે સંગીતાબેને તેના જેઠ ચૌહાણ નરેશભાઇ જીવાભાઇ અને જેઠાણી જશીબેન અવારનવાર મેણા ટોણા મારી માનસિક શારીરિક ત્રાસ આપતાં હોઇ સહન નહીં થતાં આખરે અગ્નિ‌સ્નાન કર્યું હોવાની પોલીસ ફરીયાદ નોંધાવતાં તપાસ હાથ ધરાઇ છે.