• Gujarati News
  • કોન્ટ્રાક્ટ બેઝ કર્મચારીઓમાં પગારમુદ્દે અસંતોષ

કોન્ટ્રાક્ટ બેઝ કર્મચારીઓમાં પગારમુદ્દે અસંતોષ

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાસ્કર ન્યૂઝ. પાટણ
પાટણ નજીક ધારપુર હોસ્પિટલની લેબોરેટરીમાં કોન્ટ્રાક્ટ બેઝ એટેન્ડન્ટ તરીકે ફરજ બજાવતાં કર્મચારીઓ પગાર ઓછો મળતો હોવાની રાવ સાથે સોમવારે કામકાજથી અળગા રહ્યાં હતા. જેને પગલે લેબ ટેકનિશિયનને વધારે કામ કરવું પડયું હતું.
ધારપુર હોસ્પિટલની લેબોરેટરીમાં કોન્ટ્રાક્ટ બેઝ ૧૦ જેટલા કર્મચારીઓ ફરજ બજાવે છે. આ કર્મચારીઓએ સોમવારે દબાતા સૂરમાં જણાવ્યું હતું કે, માસિક રૂ. ૪૦૦૦ વેતન હતું. જે વધારી રૂ. ૪પ૦૦ કરાયું છે. વેતનમાં ખૂબ જ ઓછો વધારો હોઇ આજે કામ પર હાજર રહ્યાં નથી. વેતન વધારવા એજન્સી સમક્ષ રજૂઆત કરી હોવાનું કર્મચારીઓએ જણાવ્યું હતું. પરંતુ કોલેજ સત્તાધિશો સમક્ષ રજૂઆત કરી નહોતી. બીજી તરફ કોલેજમાં એમબીબીએસના તૃતિય વર્ષની પરવાનગી માટે મુલાકાતે આવનાર એમસીઆઇ ટીમ અન્વયે તૈયારીઓ વેગવંતી બની હતી. કોલેજના ડીન ‌ર્ડ‌ા. ગુરુદાસ કિલનાનીએ જણાવ્યું હતું કે, આઉટ ર્સોસિંગથી વર્ગ-૪ના કર્મચારીઓની ભરતી કરાય છે. આ કર્મચારીઓની જવાબદારી એજન્સીની હોય છે. લેબમાં એટેન્ડન્ટના પગાર અંગે કોઇ રજૂઆત અત્રે મળી નથી.