• Gujarati News
  • પાટણ : મતદાર નોંધણીમાં બેદરકાર પાંચ કર્મીઓના ખૂલાસા પૂછાયાૃચ્ ’પાટણ : જિલ્લામાં રવિવારે મતદાર ન

પાટણ : મતદાર નોંધણીમાં બેદરકાર પાંચ કર્મીઓના ખૂલાસા પૂછાયાૃચ્/’પાટણ : જિલ્લામાં રવિવારે મતદાર નોંધણી ઝુંબેશ રાખવામાં આવી હતી ત્યારે સરસ્વતી તાલુકા મથક અઘાર ગામે જિલ્લા ચૂંટણી અધિકારીએ મુલાકાત લીધી હતી. જેમાં પાંચ કર્મચારીઓને બેદરકારી અંગે નોટીસ આપી હતી. જિલ્લા ચૂંટણી અધિકારી એન.એચ. ઠક્કરે જણાવ્યું હતું કે, પ્રાથમિક શાળા અઘારની મુલાકાતમાં ચાર બીએલઓ સમયસર ન આવવા અને કામના સ્થળે બેસેલા ન જણાતાં તેઓના તેમજ સેક્શન અધિકારીના ખુલાસા પૂછતી નોટીસ ઇસ્યૂ કરાઇ છે. આ ગંભીર બેદરકારી નથી પરંતુ કામગીરીમાં ચીવટ હોવી જરૂરી છે તેમ તેમણે કહ્યું હતું. જેઓને નોટીસ અપાઇ છે. તેઓમાં રાકેશકુમાર પટેલ, મથુરચંદ દરજી, બંકીમચંદ્ર યોગી, પદ્માબેન પ્રજાપતિ અને અરવિંદભાઇ સુથારનો સમાવેશ થાય છે.ૃચ્/’

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાસ્કર ન્યૂઝ. પાટણ

રવિવારે પાટણ જિલ્લામાં મતદાર નોંધણી ઝુંબેશ રાખવામાં આવી હતી ત્યારે સરસ્વતી તાલુકા મથક અઘાર ગામે જિલ્લા ચૂંટણી અધિકારીએ મુલાકાત લીધી હતી. જેમાં પાંચ કર્મચારીઓને બેદરકારી અંગે નોટીસ આપવામાં આવી હતી.

જિલ્લા ચૂંટણી અધિકારી એન.એચ. ઠક્કરે જણાવ્યું હતું કે, પ્રાથમિક શાળા અઘારની મુલાકાતમાં ચાર બીએલઓ સમયસર ન આવવા અને કામના સ્થળે બેસેલા ન જણાતાં તેઓના તેમજ સેક્શન અધિકારીના ખુલાસા પૂછતી નોટીસ ઇસ્યૂ કરાઇ છે. આ ગંભીર બેદરકારી નથી પરંતુ કામગીરીમાં ચીવટ હોવી જરૂરી છે તેમ તેમણે કહ્યું હતું. જેઓને નોટીસ અપાઇ છે. તેઓમાં રાકેશકુમાર પટેલ, મથુરચંદ દરજી, બંકીમચંદ્ર યોગી, પદ્માબેન પ્રજાપતિ અને અરવિંદભાઇ સુથારનો સમાવેશ થાય છે.