તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • ચાણસ્માના ધરમોડા પાસે યુવકે ગળે ફાંસો ખાધો

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ચાણસ્માના ધરમોડા પાસે યુવકે ગળે ફાંસો ખાધો

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાસ્કર ન્યૂઝ. પાટણ
ચાણસ્મા તાલુકાના ધરમોડા ગામ નજીક ખેતરમાં હારીજના દેવીપૂજક યુવકે કોઇ અગમ્ય કારણોસર અરડુસાના વૃક્ષ સાથે દોરી બાંધીને ગળે ફાંસો ખાઇ આત્મહત્યા કરી લેતાં ભારે સનસનાટી ફેલાઇ ગઇ હતી.
હારીજના વતની અને ધરમોડા નજીક ખેતરમાં ભાગીયા તરીકે કામ કરતાં સંજયભાઇ વસંતભાઇ દેવીપૂજક ((ર૬)) ખેતરમાં જ પત્ની અને બાળકી સાથે રહેતાં હતા. ગુરુવારે બંને જણાં ખેતરમાં રાયડો વાઢતા હતા તે વખતે હારીજ ખાતે તેના ઘરે મહેમાન આવ્યાં હોવાનો ફોન આવતાં તેની પત્નીને હારીજ જવાનું હોઇ ખેતરમાં જ આવેલા તેના ઘરે ગઇ હતી. આ દરમિયાન યુવકે ખેતરમાં જ અરડૂસાના વૃક્ષ સાથે નાયલોનની દોરી બાંધીને ગળે ફાંસો ખાઇ આત્મહત્યા કરી લીધી હતી. પરંતુ લાંબો સમય સુધી યુવક તેના ઘરે પહોંચ્યો ન હોવાથી પત્ની બોલાવવા ખેતરમાં જતાં પતિની વૃક્ષ પર લટકતો જોઇને બૂમાબૂમ કરી મૂકી હતી જેથી આજુબાજુના ખેતરમાંથી લોકો દોડી આવી ૧૦૮ને જાણ કરતાં એમ્બ્યુલન્સ ઘટનાસ્થળે પહોંચી હતી પરંતુ યુવકનું મોત થયું હોવાથી ચાણસ્મા પોલીસને જાણ કરી હતી.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- તમારો સંતુલિત તથા પોઝિટિવ વ્યવહાર તમને કોઇપણ શુભ-અશુભ સ્થિતિમાં યોગ્ય તાલમેલ જાળવી રાખવા માટે મદદ કરશે. સ્થાન પરિવર્તનને લગતી યોજનાઓને શરૂ કરવા માટે સમય અનુકૂળ છે. નેગેટિવઃ- આ સમયે તમારા ...

વધુ વાંચો