તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • શંખેશ્વરમાં જૈનાચાર્યના પ્રવેશ સામૈયા સાથે મહોત્સવનો પ્રારંભ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

શંખેશ્વરમાં જૈનાચાર્યના પ્રવેશ-સામૈયા સાથે મહોત્સવનો પ્રારંભ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
@ જૈનાચાર્યે પાશ્વર્‍-રામસૂરિનગરમાં પ્રવેશ કર્યો
@ લોકાર્પણ મહોત્સવના પ્રારંભ સાથે ૩૦૦૦ ઉપરાંત અઠ્ઠમતપના તપસ્વીના અત્તરવાયણા
ભાસ્કર ન્યૂઝ. શંખેશ્વર
જૈનર્તીથ શંખેશ્વર ખાતે કાયાકલ્પ કરાયેલા નગરના ભવ્ય લોકાર્પણ પ્રસંગે આયોજિત પાંચ દિવસના મહોત્સવનો શિવરાત્રીથી પ્રારંભ થયો હતો. પૂ. તપાગચ્છાધિપતિ આચાર્ય ભગવંત અભયદેવસૂરિ મહારાજા, પૂ. ગણીવર્ય મોક્ષરત્ન વિજયજી મ.સા. આદિ સાધુ-સાધ્વીજી ભગવંતો, ૩૦૦૦થી પણ વધારે અઠ્ઠમતપના આરાધકોનો સકલ સંઘ શંખેશ્વર ગામ પંચાયતના સરપંચ સદસ્યો ગ્રામજનો સાથે સવારે ૧૦ કલાકે ભવ્ય પાશ્વર્‍-રામ નગરીમાં પ્રવેશ થયો હતો.
મહોત્સવના પ્રારંભ સાથે ગુરુવારે સવારે ૧૧ કલાકે પાશ્વર્‍ રામનગરીમાં ભગવાનની અંજનવિધિ માટે પ્રવેશ કુંભ સ્થાપના વિધિ, પદ્માવતી મહાપૂજન યોજવામાં આવ્યું હતું. આ પ્રસંગે પૂ. જૈનાચાર્ય અભયદેવસૂરિશ્વરજી મહારાજાએ હજારો શ્રોતાઓને મહામાંગલિક સભળાવી આર્શીવાદ પાઠવ્યા હતા. સાંજે અઠ્ઠમતપના તપસ્વીઓના અત્તરવાયણા થયા હતા. શુક્રવારથી રવિવાર સુધી તપસ્વીઓ અઠ્ઠમતપ કરશે જ્યારે શુક્રવારે જાપ ૩૦૦૦ અઠ્ઠમતપના પચ્ચખાણ શંખેશ્વર દાદાના જિનાલયની ચૈત્યપરીપાટી અને ભક્તિ ભાવના યોજાશે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે આસપાસનું વાતાવરણ સુખદ જળવાયેલું રહેશે. પ્રિયજનો સાથે બેસીને તમે તમારા અનુભવ વ્યક્ત કરશો. કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખાથી સારું પરિણામ પ્રાપ્ત થશે. નેગેટિવઃ- આ વાતનું પણ ધ્યાન ર...

વધુ વાંચો