તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • પરીક્ષામાં માર્કસ ઓછા આવવાથી જિંદગી પૂરી થઇ જતી નથી

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પરીક્ષામાં માર્કસ ઓછા આવવાથી જિંદગી પૂરી થઇ જતી નથી

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરક્ષા સેતુ અંતર્ગત વિદ્યાર્થીઓની બો‌ર્ડ‌ની પરીક્ષા પૂર્વે અને પરીક્ષા બાદ માનસિક સજ્જતા માર્ગદર્શન શિબિર યોજાઇ
ભાસ્કર ન્યૂઝ. પાટણ
બો‌ર્ડ‌ની પરીક્ષામાં વિદ્યાર્થીઓ તનાવમુક્ત રહે અને પરીક્ષાના પરિણામ બાદ બનતી આપઘાતની ઘટનાઓ ન બને તે માટે પાટણની એક્સપેરીમેન્ટલ માધ્યમિક શાળા ખાતે મંગળવારે પોલીસ સુરક્ષા સેતુ સોસાયટી અંતર્ગત ધો.૧૦-૧૨ના વિદ્યાર્થીઓની પરીક્ષા પૂર્વે અને પરીક્ષા બાદ માનસિક સજ્જતા માટેની શિબિર યોજાઇ હતી.
શિબિરમાં એક્સપ‌ર્ટ નાહેદાબેન સૈયદે વિદ્યાર્થીઓને જણાવ્યું હતું કે, પરીક્ષામાં માક્ર્‍સ ઓછા આવવાથી જિંદગી પૂરી થઇ જતી નથી. જિંદગીની ખૂબ લાંબી રેસ છે. કેટલાય વિદ્યાર્થીઓને એક-બે વખત વાંચવાથી યાદ રહેતુ નથી. તેનો મતલબ એ નથી કે અભ્યાસમાં વીક છે તેના માટે કોન્સન્ટ્રેશન કરવું જોઇએ. વિદ્યાર્થીએ ક્યારેય ઉજાગરા કરીને અભ્યાસ ન કરવો જોઇએ. વિદ્યાર્થીએ દિવસની કામગીરીનું ટાઇમ ટેબલ બનાવી દેવું જોઇએ. મોબાઇલ મેસેજ અને ઇન્ટરનેટમાં ટાઇમ વેડફવો ન જોઇએ.
આ શિબિરમાં પોલીસ અધિક્ષક પરીક્ષીતા રાઠોડે જણાવ્યું હતું કે, પોલીસ એ પ્રજાનો મિત્ર છે તે ઉદ્દેશને સાર્થક કરવા માટે આ શિબિરનું આયોજન કર્યું છે.વિદ્યાર્થીએ પ્રગતિ કરવા માટે એકાગ્રતા, શિસ્ત અને નિયમિતતા કેળવવી જરૂરી છે.
શિબિરમાં ડીવાયએસપી અર્પિ‌તા પટેલ, ડીવાયએસપી હેડક્વા‌ર્ટર સોલંકી, પીઆઇ આર.આર.સિંઘાલ, એચ.કે. ભરવાડ, શાળાના આચાર્ય ધનરાજભાઇ ઠક્કર સહિ‌તના ઉપસ્થિત રહ્યાં હતા.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે માર્કેટિંગ કે મીડિયાને લગતી કોઇપણ મહત્ત્વપૂર્ણ જાણકારી મળી શકે છે, જે તમારી આર્થિક સ્થિતિ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. કોઇપણ ફોન કોલને ઇગ્નોર ન કરો. તમારા મોટાભાગના કામ સહજ અને આરામદાયક ...

વધુ વાંચો