તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • મહિ‌લાની આત્મહત્યા કેસમાં આગોતરા જામીન ફગાવાયા

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મહિ‌લાની આત્મહત્યા કેસમાં આગોતરા જામીન ફગાવાયા

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાસ્કર ન્યૂઝ.પાટણ
શહેરના આરાધના ફ્લેટમાં તાજેતરમાં મૈત્રીબેન સોનીએ તેમના ઘરમાં ગળે ફાંસો ખાઇ આત્મહત્યા કરી લીધી હતી. જે ઘટનામાં તેમના પતિ ફાલ્ગુનભાઇ સુરેશભાઇ સોની વિરુદ્ધ શહેર પોલીસ બી ડિવિઝનમાં ઇપીકો કલમ ૪૯૮ ((ક))નો ગુનો દાખલ થયેલો છે. આરોપી હાલમાં નાસતો ફરે છે ત્યારે તેણે તેમના વકીલ પી.બી. વેલાણી મારફતે આગોતરા જામીન અરજી અત્રેની સેસન્સ કો‌ર્ટમાં રજૂ કરી હતી.
જેની સુનાવણીમાં સરકારી વકીલ એમ.ડી.પંડયાએ આરોપી અંતિમવિધિમાં હાજર નહોતા. મૃતકનું મૃત્યુ અકુદરતી છે. તેમણે આત્મહત્યા કરી હોય તો પતિના ત્રાસના કારણે કરી છે તેવું માની શકાય પરંતુ આ કેસમાં ભોંયતળીયાથી છતની ઉંચાઇ માત્ર નવ ફુટની છે અને રૂમમાં બેડ ઉપરાંત અન્ય સામાન આવેલો છે. પંખાની લંબાઇ વગેરે જોતાં મૃતકે આપઘાત કરેલો છે તેવું માની શકાય તેમ ન હોવાથી જામીન ન આપવા ધારદાર દલીલ કરી હતી.
એડિશનલ સેસન્સ જજ ડી.એ.હિંગુએ બંને પક્ષોને સાંભળી મૃતકના ચાર વર્ષની પુત્રની સારસંભાળ રાખનાર અન્ય પરીવારજનો ઘરમાં છે તેમજ શારીરિક માનસિક ત્રાસથી આપઘાત કર્યાનું પ્રથમ દર્શનીય જણાતુ હોઇ આગોતરા જામીન અરજી રદ કરવા હુકમ ફરમાવ્યો હતો.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે તમે કોઇ વિશેષ વસ્તુ પ્રાપ્ત કરવા માટે મહેનત કરશો. ઘરમાં કોઇ નવી વસ્તુની ખરીદદારી પણ શક્ય છે. કોઇ સંબંધીની પરેશાનીમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિવઃ- નકારાત્મક પ્રવૃત્તિના લોકો...

વધુ વાંચો