તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • બોગસ ખરીદી કરતા બે વેપારી સામે પોલીસ ફરિયાદ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

બોગસ ખરીદી કરતા બે વેપારી સામે પોલીસ ફરિયાદ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાસ્કર ન્યૂઝ. પાટણ
પાટણ માર્કેટયા‌ર્ડ‌ની એક પેઢીનો ટીન નંબર રદ થયો હોવા છતાં બે વેપારીઓએ બોગસ ખરીદી કરીને સરકારનો વેરો, તેનું વ્યાજ અને દંડ મળી કુલ રૂ. ૩૪,૩૯,૩૭૮ ડૂબાડયા હોવાથી વાણિજ્ય વેરાના અધિકારીએ બંને વેપારીઓ સામે પોલીસ મથકે કાયદેસરની કાર્યવાહી કરી હતી. ઉલ્લેખનીય છેકે, અગાઉ પણ પાટણના બે વેપારીઓએ સરકારમાં વ્યવસાય વેરો ન ભરતાં તેની સામે કાર્યવાહી કરી હતી.
પાટણ માર્કેટયા‌ર્ડ‌માં આવેલી બી.કે.ટ્રેડ‌ર્સ પેઢીનો ખરીદી માટેનો ટીન નંબર રદ કરવામાં આવ્યો હતો. તેમ છતાં તે પેઢીના વેપારી થરાના દિનેશકુમાર વાલજીભાઇ સુથાર અને પાટણના કનુભાઇ માવજીભાઇ ખત્રીએ અનધિકૃત રીતે ખરીદી કરી હતી અને સરકારનો રૂ. ૧૧૦૯૪૭૭ વેરો, રૂ. ૬૬પ૬૮૬ વ્યાજ અને રૂ. ૧૬૬૪૨૧પ દંડ મળીને કુલ રૂ. ૩૪૩૯૩૭૮ ડૂબાડી એકબીજાને મદદગારી કરતાં વાણિજ્ય વેરા અધિકારી જે.એમ.પરમારે પાટણ શહેર બી ડિવિઝન પોલીસ મથકે આ અંગેની બંને વેપારીઓ સામે ફરીયાદ નોંધાવી હતી.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- કોઇપણ લક્ષ્યને પોતાના પરિશ્રમ દ્વારા પ્રાપ્ત કરવામાં સક્ષમ રહેશો. ઊર્જા અને આત્મવિશ્વાસથી પરિપૂર્ણ દિવસ પસાર થશે. કોઇ શુભચિંતકના આશીર્વાદ તથા શુભકામનાઓ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવ...

વધુ વાંચો