તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • લોકસભા ચૂંટણીમાં ૬૦ ટીમો બાજનજર રાખશે

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

લોકસભા ચૂંટણીમાં ૬૦ ટીમો બાજનજર રાખશે

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ખર્ચની મર્યાદાનો ભંગ કરનાર ઉમેદવાર ગેરલાયક ઠરશે
ભાસ્કર ન્યૂઝ. પાટણ
લોકસભાની ચૂંટણીમાં વિજય હાંસલ કરવા માટે ઉમેદવારો સામ, દામ, દંડ ભેદની કુટનીતિ અપનાવીને રણનીતિ ઘડતાં હોય છે. જેમાં કરોડોના લખલુંટ ખર્ચાઓથાય છે ત્યારે પાટણ લોકસભા ઉમેદવારોના ચૂંટણી ખર્ચ પર નિયંત્રણ રાખવા માટે જિલ્લાના ચૂંટણીતંત્રએ વિવિધ ૬૧ ટીમોની રચના કરી છે. આ ટીમોને તાલીમબદ્ધ પણ કરવામાં આવી છે. ઉમેદવારના ચૂંટણી ખર્ચ પર બાજ નજર રાખીને પાઇ પાઇનો હિ‌સાબ રાખશે. જિલ્લામાં ૧૯ એન્ટ્રી પોઇન્ટ વિવિધ સ્થળોએ નક્કી કરવામાં આવ્યાં છે.
લોકસભાની ચૂંટણીના પડઘમ વાગતાંની સાથે ચૂંટણી તંત્રએ પૂર્વ તૈયારીઓ આરંભી છે. ચૂંટણીના પડઘમ શરૂ થવા સાથે રાજકીય પક્ષોએ સામસામે રણશિંગુ ફુંકી દીધા છે. જોકે, જિલ્લામાં હજુ રાજકીય પક્ષો સીધી રીતે સ્પર્ધામાં દોડતાં થયાં નથી ત્યારે ચૂંટણી તંત્રએ પૂર્વ તૈયારીઓ આરંભી દીધી છે. લોકસભા બેઠક પર ઉમેદવારોના ચૂંટણી ખર્ચ પર નિયંત્રાણ અને મોનિટરીંગ માટે જિલ્લા ચૂંટણી અધિકારી એચ.એન. ઠક્કરે પાંચ પ્રકારની ૬૧ ટીમોની રચના કરી છે તેમાં ર૩૦ અધિકારી કર્મચારીઓની નિમણુંક કરવામાં આવી છે આ ટીમોમાં ફ્લાઇંગ સ્ક્વો‌ર્ડ‌, સ્ટેટીક સર્વેલન્સ વીડીયો સર્વેલન્સ વીડીયો, એકાઉન્ટીંગ ટીમ બનાવવામાં આવી છે. આ ટીમો ઉમેદવારોના ખર્ચ પર બાજનજર રાખશે. તંત્ર દ્વારા મોટાભાગની તમામ બાબતોની વીડીયોગ્રાફી કરાશે.
અનુસંધાન પાના નં-૮ પર...

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- ગ્રહ સ્થિતિ અનુકૂળ છે. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાત વધારશે. તમે તમારી કોઇ નબળાઈ ઉપર પણ કાબૂ મેળવવામાં સક્ષમ રહેશો. વાતચીતના માધ્યમથી તમે તમારું કામ પણ કઢાવી શકશો. નેગેટિવઃ...

વધુ વાંચો